SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નિર્માન એ વિધીયતે' આ પ્રમાણે જણાવીને યોગની સાધના માટેની અનિવાર્ય યોગ્યતા જણાવી છે. ગમે તેટલા આપણે બુદ્ધિશાળી હોઈએ અને અસાધારણ આપણી પ્રતિભા હોય, તોય ઈચ્છાયોગના પ્રસંગે પણ ધર્મની પ્રવૃત્તિ નિષ્કપટભાવે જ કરવાની છે. અન્યથા ઈચ્છાયોગની પણ પ્રાપ્તિ શક્ય નહીં બને. સામાન્ય રીતે ઈચ્છાના અભાવને છુપાવવા માટે શક્તિના અભાવને આગળ કરીને માયા કરવાની શરૂઆત થતી હોય છે. કામ કરવું ન હોય ત્યારે ‘ઈચ્છા નથી’ એમ કહેવાના બદલે ‘શક્તિ નથી’ એમ કહીને આરંભેલી માયા આત્માને ઈચ્છાયોગથી પણ દૂર રાખે છે. દરેક યોગની યોગ્યતા નિર્વ્યાજતાસ્વરૂપ છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે વ્યાજ(માયા) સાથે કરાયેલ ધર્મ યોગાભાસસ્વરૂપ છે. ઈચ્છાયોગનું સ્વરૂપ વર્ણવીને ચોથા શ્લોકથી શાસ્ત્ર-યોગનું વર્ણન કર્યું છે. એનું મુખ્ય બીજ અપ્રમત્તતા છે. વિક્થાદિ પ્રમાદના પરિહાર વિના શાસ્ત્રયોગની આરાધના શક્ય નથી. પાંચમા શ્લોકથી
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy