SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમાવર્ત્તકાળમાં આવવા માટે મુખ્યપણે કાળ કારણ છે. અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ છે. અનાદિકાલીન આ સંસારમાં અનંતા પુદ્ગલપરાવર્તો વીત્યા છે. માત્ર એક પુદ્ગલપરાવર્ત્તકાળનો વિચાર કરીએ તો સમજાશે કે એ કાળ જ કેટલો વિશાળ છે. એની અપેક્ષાએ વીતેલો કાળ તો અનંતગુણો છે. વ્યતિક્રાંત અનંતાનંત પુદ્ગલપરાવર્ત્તકાળની અપેક્ષાએ ચરમાવર્ત્તકાળની તો કોઈ ગણતરી નથી. સમુદ્રની અપેક્ષાએ બિંદુ જેવા એ કાળમાં કોઈ જ ભયનું સ્થાન નથી. કારણ કે એમાં મુક્તિ સુનિશ્ચિત છે. ।।૧૩-૨૮॥ *** ચરમાવર્ત્તકાળમાં મુક્તિની આસન્નતા હોવાથી ચિત્તમાં આનંદ થવા છતાં મોક્ષસાધક તે તે અનુષ્ઠાનો કરતી વખતે પીડા તો થાય ને ?-એ શકાનું સમાધાન કરાય છે मनोरथिकमित्थं च, सुखमास्वादयन् भृशम् । पीड्यते क्रियया नैव, बाढं तत्रानुरज्यते ॥ १३- २९॥ “આ રીતે મનોરથના કારણે ઉત્પન્ન થયેલા સુખને સારી રીતે અનુભવતો એવો તે ક્રિયાથી પીડાને પ્રાપ્ત કરતો જ નથી, પરંતુ ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે.’’ dordordorda dod ૫૦ BOOOOOOOO
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy