________________
સિદ્ધિ નજીક-આસન્ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ચિત્તમાં ઘણો આનંદ થાય : એ વાત સમજી શકાય છે, પરંતુ સિદ્ધિની આસન્નતા કઈ રીતે કહેવાય ? ચરમાવર્તકાળ અનંતકાળ સ્વરૂપ છે-આ શંકાના સમાધાન માટે સિદ્ધિની આસન્નતા જણાવાય છે
चरमावर्त्तिनो जन्तोः, सिद्धेरासन्नता ध्रुवम् । भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ॥१३-२८॥
“ચરમાવર્તકાળમાં આવેલા આત્માઓને ચોક્કસ જ સિદ્ધિ(મોક્ષ)ની આસન્નતા છે. અત્યાર સુધી આવા આવર્તા(પુદ્ગલપરાવર્તા) ઘણા વીત્યા છે. તેમાં આ સમુદ્રમાં એક બિંદુ જેવો છે.”-આ પ્રમાણે અઠ્ઠાવીશમાં શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં આવેલા જીવને મોક્ષની સમીપતા નિશ્ચિત છે.
જે જીવોને એક પુદ્ગલપરાવર્ત પ્રમાણ કાળથી વધારે કાળ સુધી હવે સંસારમાં રહેવાનું નથી, એવા જીવને ચરમાવર્તવર્તી કહેવાય છે. ચરમાવર્ણકાળ દરેક જીવની અપેક્ષાએ છે. માસ-વર્ષ વગેરે કાળની જેમ કોઈ કાળવિશેષસ્વરૂપ એ કાળ નથી. જીવને જે કાળે મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેની પૂર્વેના એક પુદ્ગલપરાવર્ત કાળને ચરમાવર્ણકાળ કહેવાય છે. આથી સમજી શકાશે કે