SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. આથી સમજી શકાશે કે કૂપખનનની જેમ અહીં પણ દોષ દોષ૩૫ રહેતો નથી. શક્કાકારે જણાવ્યું હતું કે પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર નથી. એના જવાબમાં અહીં જણાવ્યું છે કે મંત્રસ્મરણ, અગ્નિનું સેવન અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ લાભ ન હોવા છતાં તેના કર્તાને (સ્મરણાદિ કરનારને) વિષની બાધાનો પરિહાર, શીતનો અપહાર અને વિદ્યાની સિદ્ધિ સ્વરૂપ લાભ જેમ પ્રાપ્ત થાય છે તેમ પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે. ન પૂજાને વ્યર્થ જણાવવા શંકાકારે ભગવાનની કૃતકૃત્યતા જણાવી હતી પરંતુ તે ઉચિત નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણોના ઉત્કર્ષને લઈને જ ભગવાનની પૂજા સફળ છે, વ્યર્થ નથી. આથી સ્પષ્ટ થાય છે કે પોતાના શરીરાદિ માટે અનેક જાતિના આરંભ કરનારા એવા નિર્મળમતિવાળા ગૃહસ્થોને માટે પૂજા દુષ્ટ નથી, પરંતુ વિશિષ્ટ લાભનું કારણ છે. પ-૨ા આ રીતે પૂજા જો વિશિષ્ટ લાભનું કારણ હોય તો પૂ. સાધુભગવંતોને પણ તેનો અધિકાર હોવો જોઈએ ને ? આવી શકા કરવા પૂર્વક તેનું સમાધાન જણાવાય છે - यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।५-२८ ॥ આ રીતે સાધુભગવંતને પણ પૂજાના અધિકારી માનવા જોઈએ; કારણ કે પૂજા માટે કરાતાં સ્નાનાદિમાં કોઈ દોષ નથી : આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો સર્વથા ભાવસ્ત 66 GL LLLLL L DUGGLE ૫૩ DVADOR CLALALALALA D7999]
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy