SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અકાય અને વનસ્પતિકાય વગેરેની વિરાધના થતી હોવાથી પૂજામાં દોષ છે-આ પ્રમાણે નહિં કહેવું જોઈએ. કારણ કે એ કાયવધસ્વરૂપ દોષ કરતાં પણ સ્નાનપૂજા વગેરેના કારણે ઉત્પન્ન થનારો શુભભાવ અધિક છે-એ અનુભવસિદ્ધ છે અર્થાત્ દોષ કરતાં પણ ગુણની પ્રાપ્તિ અધિક છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે-સ્નાનાદિમાં છકાયજીવોનો વધ સ્પષ્ટ છે. તેનાથી શ્રી જિનેશ્વરદેવને કોઈ ઉપકાર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય છે. તેથી પૂજા વ્યર્થ છેઆ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે. એ શંકાનું સમાધાન કરતાં જણાવ્યું છે કે કૂવાના દષ્ટાન્તથી અહીં પૂજાના વિષયમાં થતો કાયવધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને (મંત્ર વગેરેને) લાભ ન હોવા છતાં તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે તેમ પૂજા કરનારાને પણ પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપે ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ(હિંસાદિ)ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ(નકામી) નથી. આશય એ છે કે મૂઢબુદ્ધિવાળા શંકા કરનારાએ જે શંકા કરી છે એ શંકાના સમાધાનમાં અહીં કૂવાનું દષ્ટાંત જણાવ્યું છે. કૂવો ખોદતી વખતે થાક લાગે છે; પરસેવો થાય છે; તરસ લાગે છે અને ધૂળથી શરીર ખરડાય છે. આ બધા દોષો હોવા છતાં જેમ કૂવાના પાણીથી એ બધું દૂર થાય છે અને દરરોજ પાણી મળી રહે છે. તેમ પૂજા માટે સ્નાનાદિ કરવાથી કાયવધદોષ હોવા છતાં પૂજા કરવાથી પ્રાપ્ત થનારા સમ્યગ્દર્શનાદિ ગુણોના કારણે સ્વપરને અનેક ગુણો પ્રાપ્ત DED]D]D]D]D]D]D/ GURUDDDDDD
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy