SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) રાજપુત્રીના સમય જેડી નમ્રતા હવે તમારે કારણપણે છે. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દૃઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સોંપું છું. તે સુખ શાંતિથી ભરૂઅચ્ચ પહેચે, તેની કાળજી હવે તમારે જ કરવાની છે. રીષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કાંઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણોથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેવોના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પોતાના શરીરથી જ પેદા થયેલે પણ નિણું મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વજ કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસકત હોવાથી પોતે જ દેવતાના સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શીયળગુણસંપન્ન, ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શીયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચેસ ખાત્રી છે. જ્યારે જિતશત્રુ રાજા, પિતાની ભાણેજીનું સિંહલદ્વીપમાં રહેવાનું અને ત્યાંથી સુખશાંતિએ પાછું પોતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજા ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, માટે મહારાજા! સુદ8નાના સંબંધમાં આપ બીલકુલ ચિંતા ન કરશો. જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મી ભાઈઓનું વાત્સલ્ય કરનાર જેની રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશે તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણું પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાય તમારું છે. મારી પુત્રી હું તમને સોંપું છું. તેના
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy