SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૭ ) રાખનાર, અનેક જીવોનો વધ કરનાર, દુર્વ્યસનમાં આસક્તિ ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા છે નરકગતિમાં જાય છે. બીજાને ઠગવાવાળા, માયાવી( કપટી ), ધર્મમાર્ગનો નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જ ભરીને જનાવરમાં ( તિર્યંચમાં ) ઉત્પન્ન થાય છે. ધર્મમાં તત્પર, સરલ પરિણમી, ગુરૂભક્ત અને શીયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરૂષપણે ઉત્પન્ન થાય છે. દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનારા, કર પરિણામી અને માયાકપટ કરી પરને ઠગનારા પુરૂષો પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંક્તિ દુખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. બળદ, ઘોડા, ઉંટ, પાડા પ્રમુખ પશુઓને નિલાંછન ( અંડ છેદનારા ) કરનાર, અધમ, પરનો પરાભવ કરનાર, અત્યંત વિષયા. ભિલ ષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા છ મરણ પામીને નપુંસક (હીજડા)પણે ઉત્પન્ન થાય છે. પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર, ક્ષમા ધરનાર, સત્ય બોલનાર અને સર્વ છાનું હિત કરનાર, મધ્યસ્થ ગુણવાળા છ મરણ પામી, મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. દુષ્કર તપ-નિયમ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, દુધર મહાવ્રતને પાળનાર અને ઉપશમ ગુણવાળા છ મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે. ધાદિ ચાર કષાયને સર્વથા ક્ષય કરનાર જીવ, પુણ્ય, પાપને સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ મોક્ષ )પદ પામે છે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy