SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિના ૧૦૦માં વર્ષનો પ્રારંભ થતો હોવાથી દીક્ષા-શતાબ્દી રૂપે જન-જનને દીક્ષા ધર્મનો મહિમા પામવાનો અવસર મળ્યો છે, ત્યારે તેઓશ્રીની સ્મૃતિમાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનો અને ૮ તેઓશ્રીના પ્રવચનાદિ સાહિત્યનું નવા સાજ-સજ્જા સાથેનું પુનઃ પ્રકાશનમાં વધારો કરવાનો નિર્ણય શ્રી સ્મૃતિમન્દિર પ્રકાશન-પાલડી અમદાવાદ પણ કર્યો છે. નવી રીત - હા તે અન્વયે પ્રકાશિત થઈ રહેલું આ ‘શ્રીપાંડવચરિત્રમ્ “ ધર્મકથાનુયોગના અનેક આગવી વિશેષતા ધરાવતા ગ્રન્થરત્નમાં વિશાળ કદ, ભાષાસૌષ્ઠવ અને છન્દ-અલંકારોનું વૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. જૈનગ્રન્થાવલીના ઉલ્લેખ મુજબ સામાચારી, મૃગાવતીચરિત્ર અને સુદર્શનાચરિત્રના રચિતા મલધારગચ્છીય આચાર્યપ્રવર શ્રીદેવપ્રભસૂરીશ્વરજી મહારાજાએ આઠહજારશ્લોક પ્રમાણમાં આની રચના કરી છે. શ્રીનરચન્દ્રસૂરીશ્વરજી અને શ્રી યશોભદ્રસૂરીશ્વરજીએ એનું સંશોધન કર્યું છે. ગ્રન્થકારના ખુદના ઉલ્લેખ મુજબ શ્રીત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, અને શ્રી જ્ઞાતાધર્મકથાંગનું અવલોકન કરીને આની રચના કરાઈ છે. | વિ.સં. ૧૯૧૧ની સાલમાં પં. કેદારનાથ અને પં. શિવશર્મ દ્વારા સંપાદિત પ્રથમવૃત્તિ કાવ્યમાલાના અન્વયે અને પછી બીજી આવૃત્તિ જેઠાલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત મેસર્સ એન્ડકંપનીના અન્વયે પ્રકારે સંપાદિત થયેલ હતા જે ક્રમશ: પાટણ કેશરબાઈ જ્ઞાનમંદિરમાંથી અને વલ્લભીપુર જૈનસંઘના જ્ઞાનભંડારમાંથી ઉપલબ્ધ થયેલો, જેના શુદ્ધીકરણ માટે મુનિરાજ શ્રી ધર્મરત્નવિજયજીના પ્રયત્નથી શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિર પાટણમાંથી મળેલ હસ્તપ્રત અતિઉપયોગી બનેલ છે. | મુનિરાજશ્રી સમ્યગ્દર્શનવિજયજીના માર્ગદર્શન મુજબ મુનિશ્રી દિવ્યદર્શન વિજયજીએ પરિશિષ્ટ ચતુષ્ટદ્ય તૈયાર કર્યા છે, જેમાં પ્રથમમાં આખા ગ્રન્થના શ્લોકોનાં અકારાદિક્રમ છે જ્યારે બીજામાં સુક્તિ-સુભાષિતોનો સંગ્રહ છે. ત્રીજામાં વિશિષ્ટ નામોનો અકારાદિક્રમ લેવાયો છે જયારે ચોથામાં સમાનવાચી-સંગ્રહ કર્યો છે. મુનિશ્રીનો પોતાના ચાલુન્યાયાદિના અધ્યયન સાથે પ્રૂફસંશોધન આદિમાં સ્તુત્યપ્રયાસ રહ્યો છે. જ્યારે પં.શ્રી અમૃતભાઈ પટેલે પણ પ્રૂફસંશોધન દ્વારા ખૂબ સહાયતા કરી છે. શ્રી અખિલેશ મિશ્રાજીએ અક્ષરાંકનની મહત્ત્વપૂર્ણ જવાબદારી અદા કરી છે, આમ ‘ઝાઝા હાથ રળીયામણાં'ની ઉક્તિને ચરિતાર્થ કરતું આ સંપાદન મારા ફાળે તો માત્ર નામમાત્રરૂપે જ રહ્યું છે. નિત્યપ્રવચનો-વાચના આદિની વિવિધ જવાબદારીઓના કારણે , અને આ વિષયનો ઊંડો અને પહોળો અનુભવ ન હોવાથી રહેલી ક્ષતિઓનું વિદ્વાનો સંમાર્જન કરે જ અને સપ્રેમ જણાવે તેવી અભ્યર્થના સાથે ક્ષમાયાચનાપૂર્વક વિરમું છું.' વિ.સં. ૨૦૬૮ પોષ શુક્લ-૧ in પરમગુરુ પૂ.આ.શ્રીવિજયમુક્તિચન્દ્રસં.માતુશ્રી સુશીલાબેનની ૧૩મી સ્વર્ગતિથિ જયકુંજર -મુક્તિપ્રભસૂરિ ચરણ સેવા હેવાકી આચાર્ય વિજયશ્રેયાંસપ્રભસૂરિ १. सामाचारी १३६ अधिकारा मलधारि देवप्रभ सूरिया (बृ.टि) વિરમગામ
SR No.023200
Book TitlePandav Charitra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashanam
Publication Year2012
Total Pages862
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy