SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે માનવતા પર આક્રમણ કરે છે, પરમ્પરા અને કુલીનતાના જેરે દીન, ગરીબ અને દુબલોને દબાવી દેવામાં આવે છે, ત્યારે એ બધા પાખંઠે, વહેમ, દંભ, અનીતિઓ અને મૂઢ પરમ્પરાએના માંચડાઓને ફગાવી દેવા અને વિશુદ્ધ સત્યનો મહાન પ્રકાશ જગતમાં પ્રગટાવી પ્રજાને મંગલ–નાદ સુણાવવા સમર્થ ક્રાન્તિકાર મહાપુરુષ પ્રકટ થાય છે. આત્મજયોતિનો પૂર્ણ પ્રકાશ મેળવ્યા પછી તે મહાન પ્રભુ મગધ દેશની વિશાળ ભૂમી પર પ્રજાની સામે જ્ઞાનની જ્યોત ધરે છે. એમાંથી મહાન ક્રાન્તિ ઉત્પન્ન થાય છે. એ ક્રાનિતથી ગુરૂડમવાદનાં ઉન્માદી ગાડાં ઉધાં વળે છે, ધર્મનાં ઠગારાં પાખંડે સળગી ઉઠે છે, કર્મક્રાંડની અજ્ઞાનજાળ વિંખાઈ જાય છે, ઉચ્ચનીચેની ભેદભાવનાઓ ઢીલી પડે છે અને સ્ત્રી-પુરુષોનું વિકાસસાધક અધિકારસા સ્થાપિત થાય છે. એ ક્રાન્તિથી હિંસાવાદના ગચાળા પર જબ્બર ફટકો પડે છે અને અહિંસા-ધર્મને ધર્મધ્વજ ફરકવા માંડે છે. ભગવાનના પ્રવચનનું સારભૂત રહસ્ય રાગ-દ્વેષને શમન કરવાનું ફરમાવે છે. ધર્મનું તત્ત્વ એક માત્ર આત્મશુદ્ધિના સાધનમાં છે. ચિત્તના દોષોનું પ્રક્ષાલન એનું નામ જ ધર્મ-સાધના. જૈન દર્શનનો એ સ્પષ્ટ મુદ્રાલેખ છે કે – नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च तत्ववादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥ દિગમ્બર થઈ જવામાં કે શ્વેતામ્બર થઈ જવામાં મુક્તિ નથી.
SR No.023196
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayvijay, B Bhattacharya
PublisherOriental Institute
Publication Year1939
Total Pages132
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy