________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પ્રભાવથી પ્રકાશિત દવાએ નિર્માણ કરેલ શ્રેષ્ડતર સિહા સન પર બિરાજમાન, ચળકતા ચામરથી વીજાયમાન, છત્રત્રયથી વિરાજિત, રૂપા (આદિ) સ્વણ અને મણિથી પ્રભાસિત, ત્રણ કિલ્લાથી વિભૂષિત અને સૂર્યની જેમ ઉદયમાન એવા શ્રી પાર્શ્વનાથ દેવને હું વદન કરૂં છું.
વીણા અને પુસ્તકને ધારણ કરનારી, દૈવેદ્રથી સ ́સેવિત, સુરાસુર અને મનુષ્યાથી પૂજિત, સ'સારસાગરથી તારનારી, વિજય પ્રાપ્ત કરાવનારી, દારિદ્રચના નાશ કરનારી, વિઘ્નરૂપ વાંત (અંધકાર)ને હરનારી, સુખને કરનારી અને સ અર્થાને સાધનારી–એવી ભગવતી વાન્દેવી શ્રુતદેવી જયવંતી વ.
સરસ્વતીને પ્રણામ કરીને અને ગુરૂમહારાજના ચરણકમળને નમસ્કાર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવતના ચરિત્રની રચના કરૂ છું..
લાખ ચેાજન વિસ્તારવાળા જ'મુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિાધ ભરતક્ષેત્રમાં બાર ચેાજન લાંબુ, નવ ચેાજન વિસ્તૃત, દિવ્ય પ્રાસાદાથી મનાહર, દુકાનાની શ્રેણીથી વિરાજિત અને નરરત્નાથી અલંકૃત પાતનપુર નામે નગર છે. તે નગરમાં અરવિદ્યસમાન શ્રીમાન અરવિંદ નામે રાજા રાજય કરતા હતા. તે રાજા ન્યાયવાન, પ્રજાપાલક, શત્રુઓને જીતવામાં વિચક્ષણ, ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, પાપકારી અને પ્રતાપી હતા, તેને પાપકારિણી, ન્યાયવતી, શીલવતી, ગુણવતી, ધર્માવતી અને પુત્રવતી ઈત્યાદિ ગુણને ધારણ કરનારી ધારિણી નામે પટરાણી (પ્રાણપ્રિયા) હતી. તે રાજા રાજય કરતે છતે સમસ્ત પ્રજા અતિશય સુખી હતી. તે રાજાને વિશ્વભૂતિ નામે પુરાહિત હતા. તે