SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાર્ય કોને સોંપવું આ એક પ્રશ્ન ઊભો થયે. વિચારણા કરતાં એમની અમીભરી ભાવદષ્ટિ મારા ઉપર સ્થિર થઈ. તાતપાદ સમા પૂજ્ય પ્રવર પંન્યાસજી મહારાજે મને એ કાર્ય કરવા જણાવ્યું. વાત સાંભળતા જ હું વિચારમાં ગૂંચાઈ પડે. મને એવી કલ્પના ન હતી કે આ ગ્રંથ વંચાવતા લેખન કાર્યની વાત રજુ થશે. નમ્રતા પૂર્વક મેં જણાવ્યું, સાહેબજી! મેં હજુ લેખન વિષયક અભ્યાસ નથી કર્યો. એ માટે સ્વલ્પ પ્રયત્ન નથી કર્યો. વાંચવું વંચાવવું અને લખવું એ ત્રણે ભિન્ન શકિતઓ છે. લખવાનો અભ્યાસ ન હોવાથી લેખનકળાના મંગળપ્રવેશમાં જ આવા ગૌરવભર્યું ગ્રંથ ઉપર લખવું જવાબદારી ભર્યું ગણાય. ભાષાદેષ કરતા શાસ્ત્રાના વિરૂદ્ધ લખાણને મહાભય આવી પડવાનો સંભવ રહે. - નમ્રતાની એ જીવંતમૂર્તિએ કહ્યું, પુણ્યવાન! તમે ગભરાઓ નહિ. સુપ્રયત્ન કરે. દેવગુરૂની પુણ્ય કૃપાથી સૌ સારાવાના થશે. આજના વિષભર્યા વિલાસી યુગમાં પણ પૂર્વ મહર્ષિઓના જીવનની વાનગી સભા એ મહાત્મા પુરૂષની આભામાં હું અંજાઈ ગયો. મેં કહ્યું, “આપશ્રીની જેવી આશા.” એ મહામના પુરૂષની આજ્ઞા પાછી ઠેલવા હું નિર્બળ બની ગયે. | વિજયાદશમીના મંગળદિને એ મંગળમૂર્તિના પવિત્રહસ્તે વાસક્ષેપને સ્વીકાર કરી આ કાર્યને પ્રારંભ કર્યો. એમના આશીર્વાદ અને દરેક પ્રકારના સહયેગથી કાયમૂર્તિમંત થતું ચાલ્યું. લેખનના અભ્યાસનો અભાવ એટલે પ્રથમ પ્રસ્તાવનું અવતરણ જેવું જોઈએ એવું ન બન્યું. એ રહેવા દઈ ફરી લખાણુ કરવું ચાલુ કર્યું. કાંઈક ઠીકઠાક થતું લાગ્યું. પુનરપિનો સિદ્ધાંત અપનાવી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy