SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મહદ્ ઉપગી છે. ગૌરવભરી સુસંસ્કૃત ભાષામાં કંડારેલે છે. એમની સર્વત મુખી પ્રતિભાનું એમાં દર્શન થાય છે. એ મૂળ ગ્રંથ ઉપરથી સિદ્ધહસ્ત સંક્ષિપ્ત અનુકરણકાર પૂજ્યવર આચાર્યદેવશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ટુંકાવીને “ઉપમિતિ ભવપ્રપંચ કથા સારેદ્ધાર ” ગ્રંથ બનાવ્યો છે. ટુંકાવવામાં ટુંકુ છતાં મહત્ત્વનું કારણ પણ એમણે દર્શાવ્યું છે. “સંક્ષિવિનામુવારી” આજના લોકે સંક્ષેપમાં જાણવાની ભાવનાવાળા છે.” “ટુંકું ને ટચ,” અને “મીઠું અને મધુરૂં ?” જોઈએ. આ વાતનો અનુભવ આપણે પણ આજે કરી રહ્યા છીએ. આજના મહાનુભાવે લંબાણને પસંદગી આપતાં નથી. આ પ્રસ્તુત અવતરણું સંસ્કૃત ભાષાના “ઉપમિતિ કથા સારોદ્ધાર ગ્રંથને નજર સમક્ષ રાખી કરવામાં આવ્યું છે”. વિ. સંવત ૨૦૨૦ની સાલમાં શ્રી સિદ્ધગિરિરાજની શીળી છાયામાં ગુરૂદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ અમારૂં થયું હતું. એ ગિરિવરની નિર્મળ છાયામાં શ્રીઉપમિતિભવપ્રપંચા કથા સાહારનું વાચન ચાલુ કરેલું. એ વાચનામાં ૫.પૂ. ત્યાગમૂતિ ગુણવિજ્યજી મહારાજ પણ પધારતા હતા. એમણે પોતાના મતારક સમ્યગુરત્નજ્યોતિર્ધર મંગળમૂર્તિ પન્યાસપ્રવર પૂ. મંગળવિજ્યજી ગણીન્દ્રશ્રીને વિજ્ઞપ્તિ પૂર્વક જણાવ્યું કે આ ગ્રન્થનું વાચન સંગ અને નિર્વેદના ભાવોને જાગૃત રાખનારૂં છે. જે આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં અવતરણ આલેખાય તો એ મહાલાભનું કાર્ય બની જશે. અવિરલ ગુણ વિભૂતિ સમા એ ગુરૂદેવને વિનેયની વાત ગમી ગઈ
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy