SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તેમ ફરવું, ગમે તેમ ચાલવું કે રખડવું, એ મારે ઉચિત નથી,” એમ તને લાગે તે તારે ન કરવું. અને લેકમાં અનુચિત ગણાય તેવું તું કરીશ, તે સમજજે કે હવે તારે ચમરાજાનું દ્વાર આવી ગયું. અને કેઈને તારે વિરોધ કર ય પડે. પણ તારાં સ્વજનમાં ને સગામાં, કુટુંબમાં વિરોધ ન કરીશ. દુનિયામાં વિરોધને ઘણું સ્થાને છે. તું તારા ઘરમાં ન કરીશ. અને જે એમાં ય વિરેધ કરીશ, તે તારું મૃત્યુનું દ્વાર આવીને ઊભું રહેશે. ત્રીજું “વીચલા સ્પર્ધા–સામે તારાથી વધારે બળવાન હાય, વધુ મેટો હોય, વધારે સત્તાવાળે હોય, વધારે સમૃદ્ધિવાળો હોય, તેની સાથે તું સ્પર્ધા–હરીફાઈ ન કરીશ. સ્પર્ધા તે ગુણમાં કરજે. દયામાં ને પરોપકારમાં કરજે. આ આટલે દયાળુ છે, તે હું એનાથી કેમ વધું ? આ પરપકારી છે, તે હું એનાથી કેમ વધુ પોપકાર કરું ? આવી સ્પર્ધા કરજે. પણ તેફાનની, લડાઈની, કેઈનું બૂરું કરવાની કે ખરાબ કરવાની સ્પર્ધા ન કરીશ. અને તારાં કરતાં વધારે બળવાન કે વધુ લાગવગવાળા જોડે જે સ્પર્ધા કરીશ, તે એ તારે માટે મૃત્યુનું દ્વાર છે. અને શુક્રવારે ર વિજ્ઞ–તારાં જે વડીલે છે, ગુરુ મહારાજે છે, એમના વચનમાં તું સંકલ્પવિકલ્પ ન કરીશ. એમણે કહ્યું તે સાચું હશે કે નહિ? આમ કેમ કીધું ? આવાં તર્ક-વિતર્કને શંકા, એ ગુરુવચનમાં ન કરવા.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy