________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દિવ્ય આકૃતિવાળો, ઉત્તમ સંસ્થાનવાળો, સાત ધાતુથી રહિત શરીરવાળે, “શિરીષ પુષ્પ સમાન સુકુમાળ અંગવાળ, કાંતિથી દિશાઓના આંતરાને વ્યાપ્ત કરનાર, વજ સમાન કાયાવાળો, મોટા ઉત્સાહવાળો, પવિત્ર લક્ષણોથી લક્ષિત, ઈચ્છા મુજબ રૂપ બનાવી શકે એવો, અવધિજ્ઞાની અને સર્વ વિજ્ઞાનમાં પારંગત (દેવ) હોય. છે.” ૨૭–૨૮
. અણિમા આદિ ગુણોથી યુક્ત, નિર્દોષ, અચિંત્ય વૈભવવાળો, એવો તે “લલિતાંગ એ પ્રમાણે યથાર્થ નામ વડે પ્રસિદ્ધ થયો, કારણ કે બંને પગમાં રત્નનાં કડાં, કેડ ઉપર કંદોરે, બે હાથમાં બે કંકણું, ભૂજાઓમાં બાજુબંધ, વક્ષસ્થળમાં હાર, કંઠમાં રૈવેયક (ગળાનું આભરણ) મસ્તક ઉપર માળા અને મુકુટ, ઇત્યાદિ આભૂષણેનો સમૂહ અને દિવ્ય વસ્ત્રો તેનાં સર્વ અંગના. ભૂષણ યૌવનની સાથે જ ઉત્પન્ન થાય છે.
મંગળ પાઠકે “જય જય જગદાનંદ' એ પ્રમાણે બાલવા લાગ્યા.
! હવે તે સૂઈને ઉડ્યો હોય તેમ ચારે તરફ જોતો. વિચારે છે કે–શું આ ઇંદ્રજાળ છે ? સ્વપ્ન છે? માયા છે? આ કઈ જાતનું છે? આ પ્રમાણે ગીત-નૃત્યે મને ઉદ્દેશીને કેમ પ્રવર્તે છે ? આ વિનયવાળો લકસ્વામી એવા મારા માટે કેમ ઊભે છે? આ ઐશ્વર્યવાળા મનેહર કલ્યાણ સદનને ક્યા કમાવડે. મેં મેળવ્યું? .. !!