________________
- શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧
પ્રકારના મહાભયંકર કર્મ કરનારાને બીજું સ્થાન હેતું નથી.
" , - તે સાંભળી સંવેગ પામી તે રાજા મુનીને પ્રણામ કરી. ઉઠીને નગરમાં આવ્યા. પુત્રને રાજ્ય આપીને સુબુદ્ધિમંત્રીને કહ્યું કે –હે મંત્રીશ્વર! હું દીક્ષા ગ્રહણ કરીશ, તમે મારી જેમ મારા પુત્રને પણ જિનેશ્વરના ' ધર્મને હંમેશાં ઉપદેશ આપશે.
તે મંત્રીએ પણ કહ્યું કે—હું નરેન્દ્ર! હું પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશ. મારે પુત્ર તમારા પુત્રની આગળ ધર્મ કહેશે. તે પછી તે રાજા અને મંત્રીએ કર્મ રૂપી પર્વતને ભેદવામાં વધુ સમાન મહાવતને ગ્રહણ કર્યા. અતિનિમળ વિશુદ્ધિપૂર્વક ઉગ્ર તપવડે કિલટ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષ પામ્યા.
દંડકરાજાને વૃત્તાંત વળી તમારા વંશમાં પહેલાં પ્રચંડ શાસનવાળા દંડક નામે રાજા થયે હતો. તેને પુત્ર મણિમાલી નામે જગતમાં પ્રસિદ્ધ થશે. તે રાજા પુત્ર, મિત્ર અને સ્ત્રીઓમાં, તેમજ સુવર્ણ, મણિ, રત્ન અને રૂપા વગેરે ધનમાં - અત્યંત મૂચ્છવાળો હતો. કાળક્રમે આર્તધ્યાનમાં તત્પર તે રાજા મરણ પામીને પિતાના ભંડારમાં અજગરપણે ઉત્પન્ન થશે. ત્યાં રહેલે તે ભયંકર સ્વરૂપવાળ સર્વભક્ષી હુતાશનની માફક પ્રદીપ્ત થયેલે, જે જે ભંડારમાં પ્રવેશ કરે છે, તેને તે ખાઈ જાય છે. એક વખત ભંડારમાં