________________
શ્રી કષભનાથ ચરિત્ર
૩૫
અને લાવણ્યથી યુક્ત સુંદરીઓ સાથે સ્વેચ્છાએ કીડા કરો. અમૃત સરખાં ભજન અને સ્વાદિષ્ટ પેને ઈચછા મુજબ ભેગો. કપૂર, અગર, કસ્તૂરી, અને ચંદનથી અર્ચિત શરીરવાળા એક સુગંધમાંથી ઉત્પન્ન થયા છે તેમ રાત્રિદિવસ રહો. ઉદ્યાન, યાન, ચિત્રશાળા આદિની વિવિધ શોભાને જુઓ. વેણુ, વંશ, વિષ્ણુ, મુદંગ આદિ વાજિંત્રોના અવાજે વડે રાત્રિદિવસ તમે વિલાસ કરે. આ પ્રમાણે જીવનપર્યત પાંચ ઈદ્રિના વિષચેના ઉપભગવડે સુખપૂર્વક જીવો. ધર્મકાર્યો વડે સયું, જગતમાં ધર્મ-અધર્મનું ફળ નથી.”
સ્વયંબુદ્ધમંત્રીએ કરેલી જીવની સિદ્ધિ તે પછી ભિન્નમતિનાં વચન સાંભળીને સ્વયંબુદ્ધ કહે છે: “હે સ્વભિન્નમતિ ! આ પ્રમાણે બોલનારા સ્વ અને પરના શત્રુ એવા નાસ્તિક લેકે વડે આંધળા વડે આંધળીની જેમ જ વડે દુર્ગતિમાં પડાય છે, તેઓને ધિક્કાર પડે. આ જીવ સુખ-દુઃખને જાણનારે અને પોતાના અનુભવથી જાણી શકાય એવો છે. બધાને અભાવ હોવાથી, કઈ વડે નિષેધ કરી શકાય એમ નથી. જીવ વિના
ક્યારેય “હું સુખી છું, હું દુઃખી છું” એ વિશ્વાસ કેઈને થતો નથી. આ પ્રમાણે પોતાના શરીરમાં જીવ સિદ્ધ થયે છતે, બીજાના શરીરમાં પણ છવ અનુમાનપણથી સિદ્ધ થાય છે. જેવી રીતે બીજાના શરીરમાં પણ જીવ છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ થતી હોવાથી.