________________
શ્રી પરષભનાથ ચરિત્ર
પ્રસન્ન ચિત્તવાળે મનહર બગીચાઓની શ્રેણીમાં જેમ કમળવન ખંડમાં રાજહંસ કીડા કરે તેમ કીડા કરે છે. આગળ, પાછળ અને પડખે સ્ત્રીઓના સમૂહથી વીંટાયેલે તે સાક્ષાત્ શરીરધારી શૃંગારરસ હોય તેમ ક્યારેક દેખાય છે. આ પ્રમાણે ફક્ત વિષય-ક્રીડામાં આસક્ત, ચિત્તવાળા, ધર્મથી વિમુખ એવા તેના દિવસો નિષ્ફળ જાય છે.
એક વખત તે મહારાજા બીજા મણિમય સ્તંભ સર આ અનેક મંત્રિ-સામંત વગેરે વિશિષ્ટજથી શોભતી સભામાં બેઠે હતો. તે વખતે રાજાના મુખ્યમંત્રી સ્વયંબુદ્ધ, સં ભિન્નમતિ, શતમતિ, અને મહામતિ રાજાને પ્રણામ કરીને ગીની માફક રાજાને વિષે આપ્યું છે કે એક ચિત્ત જેણે એવા સભાની અંદર પોત-પોતાના આસન ઉપર બેઠા. તેમાં સમ્યગ્દષ્ટિ સ્વયંબુદ્ધ જે પિતાના સ્વામીની ભક્તિમાં વત્સલ, કલ્યાણમિત્ર, બુદ્ધિરૂપી રત્નને ઉત્પન્ન કરવામાં રેહણગિરિ સરખે હતો. કહ્યું છે કે – जोएइ य जो धम्मे, जीवं विबिहेण केणइ नएण । संसारचारगगय, सो नणु कल्लाणमित्तो त्ति ॥१६॥
જે સંસારરૂપી કેદખાનામાં રહેલા જીવને જુદા જુદા પ્રકાસ્ના કેઈ ઉપાયવડે ધર્મમાં જેડે, તે ખરેખર . કલ્યાણ મિત્ર છે.” ૧૬