________________
શ્રી કષભનાથ ચરિક
છે, ૬. ચિત્રાંગ વૃક્ષો પુખે અને માળાઓ આપે છે, ૭. ચિત્રરસ વૃક્ષે ભેજન આપે છે, ૮. મયંગ વૃક્ષે આભૂષણ આપે છે, ૯. ગેહાકાર વૃક્ષે ઘર આપે છે, અને ૧૦. અનગ્ન કલ્પવૃક્ષ દિવ્ય વસ્ત્રો આપે છે. બીજા પણ કલ્પવૃક્ષે ત્યાં મનવાંછિત આપનારા હોય છે.
તે ધનને જીવ કલ્પવૃક્ષ દ્વારા પ્રાપ્ત થતા છે સર્વ ભેગે જેને એ દેવની જેમ પાંચ ઇન્દ્રિયના વિષયસુખોને ભગવતો સુખપૂર્વક કાળ પસાર કરતો હતો.
ત્રીજે ભવ. સૌધર્મદેવલોકમાં ઉત્પત્તિ તે પછી તે ધનનો જીવ પોતાના યુગલિક ધર્મનું આયુષ્ય પૂર્ણ કરીને પૂર્વજન્મમાં આપેલા સુપાત્રદાનના પ્રભાવે સૌધર્મદેવલોકમાં દેવ થ.
ચોથે ભવ.
મહાબી હવે તે ધનનો જીવ સૌધર્મદેવકથી ચ્યવને પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વત ઉપર ગંધાર નામના દેશમાં ગધસમૃદ્ધ નગરમાં વિદ્યાધરપતિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. શતબળ રાજાને પુત્ર મહાબળ થશે. બળ વડે અને નામ વડે તે મહાબળ થશે. રક્ષક પુરુષેથી રક્ષા કરતે, માત-પિતા વડે લાલન કરાતો અનુક્રમે તે વૃદ્ધિ પામે. ચંદ્રની જેમ ધીમે ધીમે સમગ્ર કળાથી