________________
૪૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેક્ષપ્રાસાદના સુંદર માર્ગ જેવા સિંહનિષદ્યા નામના પ્રાસાદને વર્ષકિ રત્ન પાસે મેટા રત્નપાષાણે વડે કરાવે છે. તે જિનપ્રાસાદને સ્વામીના સમવસરણની માફક સ્ફટિક પાષાણમય મનોહર ચાર દ્વાર થયા. ત્યાં દરેક દ્વારે બંને બાજુ શિવલક્ષ્મીના ભંડાર જેવા સોળ રત્ન–ચંદનના કળશ છે, દ્વારે દ્વારે રત્નમય સેળ તેરણ સાક્ષાત્ ચારે તરફથી ઉત્પન્ન થયેલ પુણ્યની વેલ જેવા છે, દ્વારે દ્વારે પ્રાસાદના દ્વારમાં આલેખેલી પ્રશસ્તિલિપિ સરખા મંગળકારક સોળ અષ્ટમંગળ હોય છે, તે દ્વારને વિષે ચાર દિપાલેની લાવેલી સભાઓ હેય એવા વિશાળ મુખમંડપની આગળ મંડપને અંતે લક્ષ્મીરૂપી વેલીના પ્રેક્ષાગૃહ મંડપો છે. તે પ્રેક્ષામંડપના મધ્યભાગે સૂર્યના બિંબને વિડંબના કરે એવા વમય અક્ષવાટે (= પ્રેક્ષકને ચગ્ય આસન) છે. કમળના મધ્યમાં કર્ણિકા હોય તેમ દરેક અક્ષવાટના મધ્યભાગમાં મને હર રત્નસિંહાસન છે, દરેક પ્રેક્ષામંડપની આગળ મણિપીઠિકા છે, તેની ઉપર રત્નથી શોભતા ચૈત્યસ્ત છે.
- તે ત્યતૂપની આગળ આકાશને પ્રકાશિત કરનારી દરેક દિશામાં એક એક મોટી મણિપીઠિકા છે. તે દરેક પીઠિકા ઉપર એક એક ત્યતૂપની સન્મુખ રહેલી સર્વાગે રત્નમય પાંચસે ધનુષ્ય પ્રમાણવાળી ઋષભચંદ્રાનન–વારિણું અને વર્ધમાન એ પ્રમાણે નામવાળી પર્યકાસને રહેલી મનહર નેત્રરૂપી કમળને વિકસ્વર