________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૧
કરીને અને વંદન કરીને દેહથી છાયાની જેમ પાસે રહેલે ચક્રવર્તી સેવા કરે છે.
પ્રભુ આ પ્રકારે રહે છતે આ અમારા ઉપર કેમ બેસે છે? એ પ્રમાણે હેતુથી જાણે ઈંદ્રોના આસને કંપ્યા..
તે પછી ચોસઠે ઈંદ્રો અવધિજ્ઞાનથી આસનકંપનું કારણ જાણીને જલદી જિનેશ્વર પાસે આવે છે. તેઓ પણ પ્રદક્ષિણું કરીને પરમાત્માને પ્રણામ કરીને ખેદયુક્ત ચિત્તવાળા આલેખાયેલા હોય તેમ જિનેશ્વરની પાસે ઊભા રહે છે.
તેવી રીતે આ અવસર્પિણના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયાં બાકી હતાં, ત્યારે માઘમાસની કૃષ્ણ પક્ષની તેરસની (મહાવદી ૧૩) તિથિએ પૂર્વાહ્ન સમયે અભિજિત નક્ષત્રમાં ચંદ્રગ આવ્યે છતે, પર્યકાસને બેઠેલા બાદરકાય એગમાં રહીને બાદર મન અને વચનના યેગોને રૂંધે છે, તે પછી સૂક્ષ્મ કાયગ વડે બાદર કાયોગને અને સૂક્ષ્મ મન-વચનના વેગોને રૂંધે છે. તે પછી અનુક્રમે પ્રભુ સૂક્ષ્મ કાયયેગને રૂંધતા સૂક્ષ્મક્રિયા * અપ્રતિપાતિ નામના ત્રીજા શુકલધ્યાનને સાધે છે. તે પછી જિનેશ્વર પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર માત્ર કાળવાળા સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ નામના ચોથા ધ્યાનમાં ચઢે છે. ત્યાં આરહણ કરીને સર્વ દુઃખને ત્યાગ કરી કેવળ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, કમનો ક્ષય કરી, પ્રજન, * ૩૧