________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૭
આ પ્રમાણે પિતાના કુળને મદ કરતા મરીચિએ કરે ળિયાની જાળની જેમ નીચગવ્ય કર્મ ઉપાર્જન કર્યું. - હવે પુંડરીક વગેરે ગણધરેથી પરિવરેલા ઋષભપ્રભુ વિહારના બહાને પૃથ્વીને પવિત્ર કરતા, ત્યાંથી ચાલે છે. વિહાર કરતા પ્રભુ કૃપા વડે પુત્રની જેમ કેશલ દેશના લોકોને ધર્મમાં કુશળપણું પમાડતા, પરિચિતની જેમ મગધદેશના લેકેને તપમાં તત્પર કરતા, સૂર્ય જેમ કમળકોશને વિકસિત કરે તેમ કાશીદેશના લેકોને વિકસિત કરતા, ચંદ્ર જેમ સમુદ્રને આનંદ પમાડે તેમ દશાર્ણ દેશના નિવાસીઓને આનંદ પમાડતા, મૂતિની જેવા ચેદી દેશના માણસોને દેશનારૂપી અમૃત વડે ચેતના પમાડતા, વાછરડાની જેવા માલવ દેશના નિવાસીઓને ધર્મની ધુરાને વહન કરાવતા, પાપ અને વિપત્તિના નાશથી ગૂર્જર દેશના લોકોને દેવની જેવા કરતા, વૈદ્યની જેમ સૌરાષ્ટ્ર દેશના નિવાસી લોકોને પ્રશસ્ત ભાવયુક્ત કરતા અનુક્રમે શત્રુંજય તરફ જાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનું શત્રુંજય તીર્થમાં આગમન
તે ગિરિવરનું વર્ણન કરે છે. કેઈક ઠેકાણે રૂપાની શિલાઓના સમૂહ વડે વૈદેશિક વૈતાઢ્યની જેવા, કઈક ઠેકાણે સુવર્ણ પાષાણના સમૂહ વડે જાણે મેરુને તટ લવા હોય એવા, કેઈક ઠેકાણે રત્નની ખાણો વડે બીજે રત્નાચળ હોય એવા, કેઈક ઠેકાણે ઔષધિઓ વડે સ્થાનાંતર થઈને રહેલા હિમગિરિ જેવા, નિરંતર સંસક્ત