________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫
રાજગૃહ નગરમાં વિજય રાજા અને વપ્રા દેવીને પુત્ર, ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા, ખાર ધનુષ્યના દેહવાળા, મિજિન અને નેમિજિનના આંતરામાં જય નામે અગ્યારમા ચક્રવતી થશે. ૧૧
કાંપિલ્યપુરમાં બ્રહ્મરાજા અને ચુલની દેવીને પુત્ર, સાતસો વષઁના આયુષ્યવાળા, સાત ધનુષ્યના શરીરવાળેા બારમા બ્રહ્મદત્ત નામે ચક્રવતી શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના આંતરામાં થશે. રૌદ્રધ્યાનમાં તત્પર એવા તે સાતમી નરકપૃથ્વીમાં જશે. ૧૨
વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવ
તે પછી ઋષભપ્રભુ પૂછયા વિના પણ વાસુદેવનુ સ્વરૂપ કહે છે. ચક્રવતી કરતાં અધ પરાક્રમવાળા ભરતના ત્રણ ખંડ પૃથ્વીના સ્વામી, કૃષ્ણવર્ણના દેહ જેના એવા વાસુદેવ થાય છે. તેઓમાં આઠમે વાસુદેવ કાશ્યપગેાત્રી છે, બાકીના ગૌતમગાત્રવાળા છે.
=
જન્મ
તે વાસુદેવના સાવકા ( અપરમાતાથી પામેલા) ભાઈ શ્વેતવણુ વાળા નવ અળદેવ થાય છે. ત્યાં પોતનપુરમાં પ્રજાપતિરાજા અને મૃગાદેવીને પુત્ર, ચેારાશી લાખ વર્ષના આયુષ્યવાળા, અશી ધનુષ્ય પ્રમાણ દેહવાળા, શ્રેયાંસનાથ જિનેશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતે છતે ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થશે અને તે સાતમી નરકપૃથ્વીમાં જશે. ૧
. ૩૦