________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૩.
શ્રાવકે મને હંમેશાં યાદ કરાવે છે, અહો ! મારું પ્રમાદીપણું ! અહો! મારું ધર્મમાં ઉદાસીનપણું ! અહે ! મારું સંસારરાગીપણું.અહો ! મહાપુરુષોને ઉચિત આચારથી વિપરીત પણું. ! આ વિચારણવડે, લવણસમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ પ્રમાદમાં તત્પર એવા તેનામાં ક્ષણવાર ધમધ્યાન પ્રવર્તે છે; પરંતુ અનાદિ કાળના મેહના અભ્યાસવર્ડ ફરીથી પણ રાજા શબ્દ આદિ ઇદ્રિચોના વિષમાં આસક્ત થાય છે, કારણકે ભેગફળ કર્મ અન્યથા કરવા માટે કેઈપણ સમર્થ નથી.
હવે એક વખત રસોઈયાઓના અધિપતિએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે – “આ શ્રાવક છે કે અશ્રાવક?” એ ઘણા હવાથી ઓળખી શકાતા નથી.
ભરતરાજા રસોઈયાઓને કહે છે કે – તમારે “આ શ્રાવક છે તેની પરીક્ષા કરીને હવે પછી ભોજન આપવું.
આ પ્રમાણે સાંભળીને તે રસોઈયા પૂછે કે –“તમે કોણ છે ?” તેઓ કહે છે કે–“અમે શ્રાવકે છીએ !” શ્રાવકેના કેટલા હોય છે તે અમને કહો.
હવે તેઓ કહે છે કે અમારે શ્રાવકોને તે ન હોય, પરંતુ અમારે હંમેશાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત હોય છે. આ પ્રમાણે પરીક્ષામાં પસાર થયેલા તેઓને રસોઈયાઓ ભરત રાજાને બતાવે છે.
ભરતરાજા તેઓના કાકિણી રત્નવડે જ્ઞાનદર્શન અને ચારિત્રની નિશાનીરૂપ ત્રણ રેખા જઈની જેમ શુદ્ધિ