________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૫
પ્રયાણને ચગ્ય કલ્યાણની જેવા, આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નના સિંહાસન વડે પિતાના યશની જેમ શેભતા, દે વડે સંચાર કરાતા સુવર્ણકમળને વિષે રાજહંસની જેમ લીલા સહિત પાદન્યાસ કરાતા, ભય વડે પૃથ્વીતળમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય એવા નીચા મુખવાળા તીક્ષણ અગ્ર ભાગવાળા કંટક વડે નથી પીડા પામેલ પરિવાર જેને એવા, કામદેવને સહાય કરવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જાણે સઘળી ઋતુઓ વડે એકી સાથે સેવા કરાતા, દૂરથી ઊંચા સંજ્ઞારહિત એવા પણ નમાવેલ શિખર જેણે એવા માર્ગના વૃક્ષે વડે ચારે તરફથી નમન કરાતા હોય તેમ, પંખાના વાયુની જેમ અનુકૂળ કેમળ શીતળ વાયુ વડે નિરંતર સેવાતા, સ્વામી પ્રત્યે પ્રતિકૂળ વર્તનારને સુખ ન હોય, એમ જાણીને જાણે જમણી તરફ ફરતા પક્ષીઓ વડે ઉલ્લંઘન કરાવે છે. આગળને માર્ગ જેને, વેલાના તરંગ વડે જેમ સમુદ્ર શેભે તેમ જઘન્યથી કરોડની સંખ્યાવાળા સુરઅસુરવડે શોભતા, ભક્તિ અને પ્રભાવના વિશે દિવસે પણ કાંતિ સહિત છત્ર હોય એવા ચંદ્રની જેમ આકાશમાં રહેલા છત્રવડે શોભતા, ચંદ્રથી જુદા કરાયા હોય એવા સર્વ કિરણને પ્રજાને હોય એવા ગંગાના તરંગના જેવા
વેત ચામરવડે વીંઝાતા, નક્ષત્રો વડે ચંદ્રની જેમ તપવડે દીપતા લાખોની સંખ્યાવાળા સૌમ્યગુણથી યુક્ત ઉત્તમ સાધુઓ વડે પરિવરેલા, સૂર્ય જેમ દરેક નદી અને દરેક સરેવરમાં કમળને પ્રતિબોધ કરે તેમ દરેક ગામ અને