________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હાથી છે, તે માનરૂપી હાથી ઉપર હું નિરપણે ચડ્યો છું, તેથી કરીને ત્રણ જગતના ગુરુ તે સ્વામીની ચિરકાળ સુધી સેવા કરવા છતાં પણ મનપાણીમાં કરચલાના તરવાની જેમ વિવેક ન થયો. જે કારણથી પૂર્વે વ્રતને સ્વીકાર કરનાર મહાત્મા પિતાના ભાઈઓને વિષે “આ નાના છે” એમ વિચારીને મને તેઓને વંદન કરવાની ઇચ્છા ન થઈ હમણાં પણ જઈને તે મહામુનિઓને વંદન કરીશ—એમ વિચારીને તે મહાસત્ત્વશીલ પગ ઉપાડે છે, તે વખતે તે જ પગલે લતાવેલની જેમ ચારે તરફથી ઘાતિકર્મો તૂટી જવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, હવે ઉત્પન્ન થયેલ છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેને એવા તે ચંદ્ર જેમ સૂર્ય પાસે આવે તેમ તે સ્વામીની પાસે જાય છે, ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરીને અને તીર્થને નમસ્કાર કરીને જગવંદનીય પૂર્ણ પ્રતિજ્ઞાવાળા તે બાહુબલિ મહામુનિ કેવલિયર્ષદામાં બેસે છે.
पयक्खिणं तित्थवई विहाय, तित्थंनमित्ताय तिलोगपुण्जो । महामुणी केवलिणासहाए, तिण्णपइण्णा अहसे। निसण्णा ॥१॥ नरवइ बाहुबलिस्स वि, संगामा संजमो य झाणं च । निक्कंप भावजुत्तं, केवलनाणं च पंचमए ॥२॥
શ્રી તીર્થકર ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમીને ત્રિલેકપૂજ્ય મહામુનિ બાહુબલિ પૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા તે કેવલીની પર્ષદામાં બેઠા. ૧