________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૧
ભાઈઓને વચ્ચે મારું લઘુપણું થશે. તેથી અહીં જ દયાનરૂપી અગ્નિ વડે ઘાતિકર્મોને બાળીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સ્વામીની પર્ષદામાં જઈશ..
આ પ્રમાણે મનમાં ચિંતવતે બાહુબલિ હાથ લાંબા કરી રત્નપ્રતિમાની જેમ કાત્સર્ગ વડે ત્યાં જ ઊભા રહે છે.
ભરત પણ તેવા પ્રકારના તેને જોઈને, પિતાના "કુકમને વિચારીને મસ્તક નમાવીને પૃથ્વીમાં પ્રવેશ કરવાને ઈચ્છતો હોય તે થશે. કાંઈક ઉષ્ણ નેત્રના અશ્રુ વડે બાકી રહેલા કોપને ત્યાગ કરતે હોય તેમ ભરત સાક્ષાત શાંતરસની મૂર્તિ જેવા બાહુબલિ ભાઈને નમે છે. તેની અધિક ઉપાસનાની ઈચ્છા વડે પ્રણામ કરતો ભરત નખરૂપી અરીસામાં સંક્રમણ થવા વડે જુદા જુદા રૂપને ધારણ કરનારે થશે. હવે ભરતરાજા બાહુબલિના ગુણોની સ્તુતિ કરવાપૂર્વક પિતાના અપરાધરૂપી રેગને દૂર કરવા માટે ઔષધ સરખી પોતાની નિંદા આ પ્રમાણે કરે છે –
તમે ધન્ય છે કે જેણે મારી અનુકંપા વડે રાજ્યને ત્યાગ કર્યો. હું તે પાપી અને ઉન્મત્ત છું કે જેણે અસંતુષ્ટ બની તમને ઉપદ્રવ કર્યો.
જેએ પિતાની શક્તિને જાણતા નથી, અને જેઓ અનીતિ કરે છે, અને જે લેભ વડે જીતાય છે, તેમાં હું ધુરંધર છું.
જેએ આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજ તરીકે