________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૯
તે પછી ફરીથી પણ તે ચક્ર પક્ષી જેમ માળામાં, ઘેાડા જેમ અશ્વશાળામાં આવે તેમ તે ચક્રવતીના હાથમાં આવે છે.
સપના વિષની જેમ મારવાની ક્રિયામાં ચક્રવતીનું આ ચક્ર અમેઘ શસ્ત્ર સર્વસ્વ છે. આનાથી શ્રેષ્ઠ બીજું કાઈ નથી. હું ઢંડાયુધ હોવા છતાં ચક્ર મૂકવાથી અનીતિને કરનારા ચક્રસહિત આને હુ· મુઠ્ઠી વડે મસળી નાંખું', એ પ્રમાણે ક્રોધ વડે વિચારીને બાહુબલિ યમની જેવા ભયંકર દૃઢ મુઠ્ઠી ઉગામીને ભરત તરફ દોડે છે, ઉન્નત છે મુદ્ગર સૂંઢમાં જેને એવા હાથીની જેમ કરી છે મુઠ્ઠી જેણે એવા હાથવાળા બાહુબલિ જલદી ભરતેશ્વર પાસે આવે છે, પરંતુ મહાસમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં ઊભા રહે છે, ત્યાં ઊભેલ મહાશક્તિવાળા તે મનમાં આ પ્રમાણે વિચારે છે :
અહા! મને ધિક્કાર હા!. જે કારણથી રાજ્યના લાભી આની જેમ, શિકારીથી પણ પાપી એવા મારા વડે ભાઈના વધના આર.ભ કરાયા, ત્યાં શાકિનીના મંત્રની જેમ પ્રથમ પણ ભાઈ અને ભત્રીજા વગેરે હણાય છે, તે રાજ્યને માટે કોણ યત્ન કરે ? રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયા છતાં, ઈચ્છા મુજબ ભોગવ્યા છતાં પણ મદિરાપાન કરનારને જેમ મિદરા વડે તૃપ્તિ ન થાય તેમ પ્રાણીને તૃપ્તિ થતી નથી. રાજ્યલક્ષ્મીનુ' આરાધન કરવા છતાં પણ, થાડું પણ છળ પામીને ક્ષુદ્રદેવતાની જેમ પરાત્સુખ થાય છે.