________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧
| હે જગતના ધણી! મહાવીર્યવાળા! મહાભુજાવાળા ! તમે ખેદ ન કરે. દૈવયાગવડે ક્યારેક કોઈક વડે વિજયી પણ છતાય છે. આટલાથી તમે જીતાયા નથી અને હું એના વડે વિજયી નથી. ઘુણાક્ષર ન્યાયે આજે પણ હું પિતાને જય માનું છું.
આથી હે ભુવનેશ્વર ! તમે જ એક વીર છે, કારણકે દેવોવડે મથન કરવા છતાં પણ સમુદ્ર જ છે, વાવડી નથી. હે છ ખંડ ભરતના સ્વામી ! ફળથી ભ્રષ્ટ થયેલા વાઘની જેમ કેમ ઊભા છો ? યુદ્ધકર્મ માટે ઊભા થાઓ, ઊભા થાઓ.
આ પ્રમાણે સાંભળીને ભરત પણ આ પ્રમાણે કહે છે – આ મારે બાહુદંડ મૂકીને તૈયાર કરતા પિતાના દેષનું પ્રમાર્જન કરશે જ. તે પછી ચક્રવતી, નાગરાજ જેમ ફણાને ઉગામે તેમ મુઠ્ઠી ઉગામીને કપથી લાલ નેત્રવાળે ખસીને બાહુબલિ તરફ દે છે. ભરત તે મુઠ્ઠી વડે બાહુબલિની છાતીમાં, હાથી જેમ નગરના દરવાજા–કમાડને પ્રહાર કરે તેમ પ્રહાર કરે છે. બાહુબલિની. છાતીમાં ચકવતીને તે મુષ્ટિપ્રહાર, કુપાત્રમાં દાનની. જેમ, બહેરા માણસને વિષે કર્ણ જાપની જેમ, ચાડિયાને વિષે સત્કારની જેમ, ખારી ભૂમિમાં જળવૃષ્ટિની જેમ, યુદ્ધમાં સંગીતની જેમ, હિમને વિષે અગ્નિપાતની જેમ નિષ્ફળ થ.
હવે “આ શું અમારા ઉપર પણ કોપ પામે છે?*