________________
૩૮૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
રથીઓના રથે ભાગી જાય તેથી તૈયાર કરેલા બીજા રથ. પાછળ જાઓ, પ્રથમ અશ્વો હેવાથી યુદ્ધમાં વિદન ન થાય તેથી ઘોડેસ્વારની પાછળ સેંકડો બીજા અશ્વ જાઓ, એકેક મુકુટબદ્ધ રાજાની પાછળ ઘણું હાથી જાઓ, કારણ કે તેઓનું યુદ્ધ એક જ હાથીથી હોતું નથી. યુદ્ધના શ્રમરૂપી ગ્રીષ્મહતુથી તપેલા દરેક સૈનિકની પાછળ ચાલતી પરબ જેવા પાણું વહન કરનારા મહિષે જાઓ. ચંદ્રને ખજાને હેય એવી, હિમગિરિને સાર હેય એવી તાજી ત્રણરહણ ઔષધિઓ બળદ પાસે ઉપડાવે.
આ પ્રમાણે સંગ્રામમાં રાજ્યના અધિકારી પુરુષને આદેશથી ઉત્પન્ન થયેલ કોલાહલ વડે રણવાજિત્રોને મહાશબ્દ અત્યંત વૃદ્ધિ પામે છે.
તે પછી ચારે તરફથી ઉત્પન્ન થયેલ ઘંઘાટ વડે વિશ્વ શબ્દમય હોય એમ, અને કમ્પતા આયુધ વડે ચારે તરફથી લોહમય હોય એવું થાય છે.
જાણે પૂર્વે જોયું હોય તેમ પૂર્વપુરુષના ચરિત્રને યાદ કરાવતાં, વ્યાસ ઋષિની જેમ મેટેથી યુદ્ધના નિર્વાહના ફળનું વર્ણન કરતા, નારદઋષિની જેમ આદર સહિત વીર પુરુષોને ઉદ્દીપન કરવા માટે વારંવાર ઊભા થયેલા સામાપક્ષના સુભટેની પ્રશંસા કરતા પર્વ દિવસની જેમ રણરસિયા વૈતાલિકે હર્ષ વડે ત્યાં દરેક હાથી પાસે, દરેક રથ પાસે અને દરેક અશ્વ પાસે આકુળતા રહિત ભમે છે.