________________
પ્રથમ ઉદ્દેશ
મંગલાચરણ जयउ स उसहजिर्णिदो, भवभयभीयाण भव्वसत्ताणं । हरइ भयं जो निच्चं, किच्चा वरधम्मसत्ताणं ॥१॥
સંસારના ભયથી ભય પામેલા ભવ્ય પ્રાણીઓના ભયને હંમેશાં શ્રેષ્ઠ ધર્મરૂપી રક્ષણ કરીને જે દૂર કરે છે, તે ત્રષભજિનેન્દ્ર જયવંતા વર્તો. ૧ सिरिसंतिजिणनाहो, सुर-असुरनियरसुगीयगुणगाहो । सइ पसमरसनिमग्गो, देउ ममं संतिपरमपयं ॥२॥
સુર અને અસુરોના સમૂહે જેમની ગુણગાથા ગાઈ છે એવા અને હંમેશાં પ્રશમરસમાં નિમગ્ન શ્રી શાંતિનાથ જિનેશ્વર મને શાંતિરૂપ પરમપદને આપે. ૨ वसुदेवतणयगव्वय-जलनिहि-महण-सुरसेल-सारिच्छो । राईमइ-मणसायर-हरिणको जयउ णेमिजिनो ॥३॥
વસુદેવના પુત્ર–કૃષ્ણના ગવરૂપ સમુદ્રને મથન કરવામાં મેરુપર્વત સમાન, રાજમતિના મનરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રસમાન શ્રી નેમિનાથ જિનેશ્વર જયવંતા વર્તો. ૩ भवतावतवियसत्ते, छाहि काउं व सगफणच्छत्तो। ... विग्धहरनाममतो, पासजिणिदो सिवं दिज्जा ॥४॥