________________
૩૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે મહાબાહુ બાહુબલિ તે દૂર રહો, યુદ્ધમાં તેની એક સૌન્યરચના પણ વજ જેવી દુર્ભેદ્ય છે.
તેથી પૂર્વ દિશાના પવન જેમ વર્ષાઋતુના મેઘને અનુસરે તેમ તમે યુદ્ધને માટે જતા સુષેણ સેનાપતિને અનુસરે.
પિતાના સ્વામીની અમૃત સરખી વાણુ વડે હૃદય ભર્યું હોય તેમ તેઓ રોમાંચથી ચારે તરફથી પુષ્ટ થતા દેહવાળા થયા.
ભરતરાજા વડે વિસર્જન કરાયેલા તેઓ જયલક્ષ્મીની જેમ પ્રતિપક્ષના વીરોને જાતે પસંદ કરતા પિતાના ઘરે જાય છે.
બને સૈન્યનું યુદ્ધ માટે સજજ થવું તે વખતે બને ભરત–બાહુબલિના પ્રસાદ રૂપી જળની મહાસમુદ્રને પાર કરવા ઈચ્છતા વિરે યુદ્ધકાર્ય માટે તૈયાર થાય છે.
હવે તેઓ કૃપાણ (તલવાર), ચાપ, ભાથા. ગદા વગેરે પોત-પોતાના શસ્ત્રોની દેવની જેમ પૂજા કરે છે.
ઉત્સાહ વડે નૃત્ય કરતા ચિત્તને તાલ પૂરવા માટે જાણે તે મહાસુભટે શસ્ત્રોની આગળ વાજિંત્રો વગાડે છે.
તે મહાસુભટે પિતાના યશની જેવા નિર્મળ, સુગંધી ચંદનના ઉદ્વર્તન વડે પિતાના દેહને સાફ કરે છે.
કપાળમાં બાંધેલા કાળાવસ્ત્રવાળા વીરપટ્ટની શેભાને