________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
તે શામ વચન વડે અને કર્કશ વચન વડે દેવની સેવાને માનતો નથી. “સાંનિપાતિક વિકારમાં ઔષધ શું કરે ?” તે શ્રેષ્ઠમાનવાળો બાહુબલિ ત્રણેય લેકને તૃણતુલ્ય માને છે, સિંહની જેમ કોઈને પ્રતિમલ જાણતા નથી.
તમારા આ સુષેણ સેનાપતિ અને સૈન્યનું વર્ણન કર્યો છતે “એ શું ” એ પ્રમાણે દુર્ગધથી નાક ભાંગે તેમ તે નાકને ભાંગે છે. પ્રભુના ભરતના છ ખંડને વિજય વખાચે છતે તે ન સાંભળ્યું હોય તેમ કરતો પિતાના ભુજદંડને જુએ છે. પિતાએ આપેલા ભાગથી સંતેષ પામેલ મારી ઉપેક્ષા વડે ભરતે ભરતક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા એમ તે કહે છે. તેની સેવા વડે સર્યું, ઉલટુ નિર્ભય એવો તે દેહવા માટે વાઘણની જેમ તે હમણાં યુદ્ધ માટે દેવને બોલાવે છે. તમારેમ બંધુ આવા પ્રકારનો ઓજસ્વી માની અને મહાબાહુવાળે છે. જેથી ગંધહસ્તિની જેમ અસાધ્ય અન્યના પરાક્રમને સહન કરતું નથી. ઇંદ્રના સામાનિક દેવની જેમ તેની સભામાં પ્રચંડ ભુજ પરાક્રમવાળા સામંતરાજાએ પણ એની સરખા જ છે તેના રાજકુમારે પણ મોટેથી રાજતેજના અભિમાનવાળા યુદ્ધની ખરજથી યુક્ત બાહુદડવાળા તેનાથી દશગુણ છે, એના અભિમાની મંત્રીઓ પણ તેના જ વિચારને અનુસરે છે. કારણકે જેવા પ્રકારનો સ્વામી હોય તેને પરિવાર પણ તેવા પ્રકારના હોય છે.
તેના અનુરાગી નગરજને પણ પતિવ્રતા સ્ત્રી જેમ