________________
૩૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વૃક્ષતળે બેઠેલા આનંદવાળા ગોવાળીઆના બાળકો વડે ગવાતું છે ઋષભચરિત્ર જેમાં, ભદ્રશાળવનમાંથી લાવીને રેપ્યા હોય એવા ફળથી શોભતાં ઘણાં વૃક્ષે વડે સુભિત છે દરેક ગામે જેમાં, શહેરે શહેરે, ગામે ગામે અને ઘરે ઘરે દાનશીલ શ્રેષ્ઠિ લકે વડે શેધ કરાતા છે યાચકજને જેમાં, ભરતરાજાથી ત્રાસ પામ્યા હોય તેમ ઉત્તર ભરતાદ્ધમાંથી આવેલા અક્ષીણ સમૃદ્ધવાળા પ્લેચ્છો વડે પ્રાયઃ નિવાસ કરાયા છે ગામે જેમાં, છ ખંડ ભરતક્ષેત્રથી જાણે બીજો ખંડ રહેલું હોય એવા, ભરતની આજ્ઞાને નહિ જાણતા એવા બહલીદેશમાં તે પહોંચે છે.
માર્ગમાં બાહુબલિ રાજા વિના, બીજા રાજને નહીં જાણતા જનપદવાસી સુખી લોક સાથે અનેક પ્રકારે વાતચીત કરતે, સુનંદાપુત્ર બાહુબલિની અનુજ્ઞાવડે વનેચર-ગિરિચર-દુર્મદ એવા હિંસક પ્રાણુઓને પણ અહિંસક ભાવ પામેલા જેતે, પ્રજાઓના અનુરાગના વચન વડે અને મહાસમૃદ્ધિ વડે શ્રી બાહુબલિરાજાની રાજ્યનીતિને અતિઅદ્ભુત માનતો, ભરત રાજાના નાના ભાઈના ઉત્કૃષ્ટ ગુણને સાંભળવાથી, ભૂલી જવાયેલા ભારતના સંદેશાને વારંવાર યાદ કરતો તે સુવેગ તક્ષશિલા નગરીએ પહોંચે છે. દૂતને તક્ષશિલા નગરીમાં પ્રવેશ, બાહુબલિ સાથે વાતચીત
નગરીની ભાગોળમાં રહેતા લોકો વડે કાંઈક ચક્ષુપાત વડે ક્ષણવાર “આ કેઈ મુસાફર છે” એવી બુદ્ધિથી જેવાતે, કીડોદ્યાનમાં એકત્ર ભેગા થયેલા ધનુષ્યને