________________
૩૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજ્યલક્ષમી પણ વિનશ્વર છે. વળી હે વત્સ! પૂર્વભવોમાં દેવકના સુખોથી તમારી જે તૃષ્ણા છેદાઈ નહિ, તે અંગારકારકની જેમ મનુષ્યના ભેગાવડે કેવી રીતે છેદાય?
અંગારકારકનું દષ્ટાંત કેઈક અંગારકારક પાણીની મશક લઈને નિર્જળ અરણ્યમાં અંગારા કરવા માટે ગયે. તે મધ્યાહુનના તાપથી પુષ્ટ થયેલ અંગારાના અગ્નિના સંતાપથી ઉત્પન્ન થયેલ ઘણી તરસ વડે પીડાયેલે મશકમાં રહેલ સર્વ પાણીને પી ગયે, તેનાથી પણ તરસ ન છેદાવાથી તે સૂઈ ગયે. તે સ્વપ્નમાં ઘરે ગયે, ત્યાં પણ ઘટ-કળશ અને ગાગરમાં રહેલા સર્વ પાણીને પી ગયો. તે પાણીથી પણ તરસ ન છેદાવાથી અગ્નિમાં પડેલા તેલની જેમ વાવ-કૂવા-અને તળાવને પી-પીને સૂકવી નાંખ્યા, તેવી રીતે જ તર થયેલો તે નદીઓ અને સમુદ્રના પાણીને પી ગયે, તે પણ નારકની વેદનાની જેમ તેની તરસ દૂર ન થઈ. તે પછી તે મારવાડના કૂપ પાસે ગ, ત્યાં તેણે દેરડ વડે ડાભો પૂળ બાંધીને પાણી માટે કૂવામાં નાંખ્યો. “દુઃખી માણસ શું ન કરે ?”
કૂવાનું પાણું ઊંડું હોવાથી મધ્યમાં ગળી ગયેલા પાણીવાળા તે ડાભના પૂળાને દ્રમક તેલના પિતાની જેમ. નીચવીને પીવા લાગ્યો.