________________
૩૩૦
શ્રી કષભનાથ ચરિત્ર
તે અધિકારીઓ પણ ભરતને પ્રણામ કરીને આ પ્રમાણે કહે છે- “દેવેન્દ્ર જેવા દેવના ઘરમાં બધું ય છે, પરંતુ દેવ જ્યારથી માંડીને દિગવિજય કરવા નીકળ્યા, ત્યારથી માંડીને આ પ્રાણના રક્ષણ માટે કેવળ આયંબિલ કરે છે, તેમ જ જ્યારથી જ દેવવડે દીક્ષા ગ્રહણ કરતા નિષેધ કરાઈ ત્યારથી માંડીને આ ભાવથી દીક્ષા લીધી. હોય તેમ રહે છે.”
આ પ્રમાણે સાંભળીને રાજાએ “હે કલ્યાણકારિણી! તું દીક્ષા લેવાને ઇચ્છે છે?' એ પ્રમાણે પૂછયું. સુંદરીએ એમ જ છે એ પ્રમાણે કહ્યું.
ભરતરાજા પણ કહે છે કે પ્રમાદ વડે અથવા સરળતાથી હું આટલા કાળ સુધી આને વ્રતમાં વિન કરનારે થશે. આ બાળક ખરેખર પૂજ્ય પિતાને અનુરૂપ છે. નિરંતર વિષયાસક્ત અને રાજયથી અતૃપ્ત એવા અમે કયાં? સમુદ્રના પાણીના તરંગ જેવું આયુષ્ય. વિનશ્વર છે, એમ જાણવા છતાં. પણ વિષયમાં આસક્ત. માણસો જાણતા નથી. જેવાય કે તરત જ નાશ પામે એવી વીજળી વડે માર્ગ જોવાની જેમ ક્ષણભંગુર એવા આ આયુષ્ય વડે મેક્ષમાર્ગ જે સાધી શકાય તો વધારે સારું. માંસ–મજજા–મળ-મૂત્ર-રુધિર–પરસેવા અને રેગમય દેહને શણગારવો તે ઘરની ખાળને ધોવા સરખું જ છે. આ શરીર વડે મેક્ષરૂપી ફળવાળું વ્રત ગ્રહણ કરવા તું ઈચ્છે છે તે સારું છે. નિપુણ પુરુષો ખરેખર ક્ષીર-- સમુદ્રમાંથી રત્નોને જ ગ્રહણ કરે છે.