________________
૩૨૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઉપર બે હાથ જોડી તીર્થકરને વંદન કરતા હોય તેમ ઊભા રહે છે.
તે પછી સેનાપતિ–ગૃહપતિ–વધ કિ–પુરોહિત–શ્રેષ્ઠિ વગેરે દક્ષિણ સોપાનમાળા વડે પીઠ ઉપર ચઢીને અનુક્રમે પિત–પિતાને ઉચિત આસને ઉપર બેઠેલા મહારાજાને વિજ્ઞપ્તિ કરવા માટે ઇચ્છતા હોય તેમ બે હાથ જોડી ઊભા રહે છે.
તે પછી ધર્મચકવર્તી શ્રી ઋષભદેવસ્વામીના અભિBક માટે જેમ ઇદ્રો આવે તેમ ભરત ચક્રવર્તીના અભિષેક માટે આભિગિક દેવો આવે છે.
જળગર્ભિત મેઘની જેમ, મુખને વિષે સ્થાપન કરેલ કમળ વડે ચક્રવાકની જેમ પડતા પાણીના અવાજ વડે વાજિંત્રના નાદનું અનુકરણ કરતા એવા સ્વાભાવિક અને ઐકિય રત્નકળશે વડે તે દેવે ચકવતને અભિષેક કરે છે.
તે પછી શુભ મુહૂર્તને વિષે તે બત્રીશ હજાર: રાજાઓ હર્ષ વડે પિતાના નેત્રની જેમ નીકળતા ઘણા જળવાળા કળશ વડે ભરત રાજાને અભિષેક કરે છે. તે પછી મસ્તકને વિષે કમળકેશ સરખી અંજલિ કરીને ચક્રવતીને “તમે જય પામે, વિજય પામે” એમ કહી વધાવે છે..
બીજા સેનાપતિ વગેરે જળ વડે તેમને અભિષેક કરે છે અને જળની જેવા નિર્મળ વચને વડે સ્તુતિ કરે