________________
૩રર
શ્રી ઋષભનાથ ચરિત્ર
હજાર પિતાના અધિષ્ઠાયક દેવતાઓને પૂજીને વિસર્જન કરે છે.
તે પછી તે બત્રીશ હજાર રાજા, સેનાપતિ, પુરહિત, ગૃહપતિ અને વર્ધકને વિસર્જન કરે છે. વળી તે રાજા ત્રણ ત્રેસઠ રઈયા, હાથીઓને બંધનÚભે જવા માટે આદેશ કરે તેમ દષ્ટિ વડે પોતાના સ્થાને જવા માટે આદેશ કરે છે. તથા મહત્સવની સમાપ્તિમાં અતિથિની જેમ શ્રેષ્ઠિઓ, અઢાર શ્રેણિ–પ્રશ્રેણિ (નવમાળી આદિ જાતિ અને નવ તેલી આદિ જાતિએ), દુર્ગપાલે અને સાર્થવાહને પણ વિસર્જન કરે છે.
તે પછી રાજા ઈંદ્ર જેમ શચી વડે તેમ સુભદ્રા સીરત્ન સહિત તેમજ બત્રીસ હજાર રાજકુળમાં ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ યુવતીઓ તથા તેટલી–બત્રીસ હજાર જનપદમાં ઉત્પન્ન થયેલ કન્યાઓ તેમજ બત્રીશ પાત્રયુક્ત બત્રીશ નાટકે વડે પરિવરેલે, યક્ષરાજ જેમ કૈલાસ પર્વતમાં પ્રવેશ કરે તેમ મણિરત્નની શિલાઓની પંક્તિ વડે આપ્યો છે નેત્રને ઉત્સવ જેણે એવા પ્રાસાદમાં પ્રવેશ કરે છે.
ત્યાં રાજા સિંહાસન ઉપર ક્ષણવાર રહીને કેટલીક વાત કરીને સ્નાનગૃહમાં જાય છે. ત્યાં ભરતરાજા સરેવરમાં ગયા હોય તેમ સ્નાન કરીને પરિવાર સાથે સરસ આહારનું ભજન કરે છે, તે પછી તે નવરસયુક્ત શ્રેષ્ઠ નાટક વડે અને મને રમ્ય સંગીત વડે ચેગ વડે ચગીની જેમ કેટલેક કાળ પસાર કરે છે.