________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૧
ઉપર છાવણીને ધારણ કરવા તમારા સિવાય બીજો કેણ સમર્થ છે? આ પ્રમાણે અત્યંત અદ્દભુત શક્તિના સ્વામી ! તમે સુર-અસુરોને પણ અજેય છે, એમ અમે જાણ્યું છે. અમારા અજ્ઞાનથી થયેલા અપરાધને ક્ષમા કરે.. હમણાં અમારી પીઠ ઉપર નવા જીવનની જેમ હાથ આપે. હે નાથ ! હવે પછી અમે તમારી આજ્ઞામાં વશવત અહીં રહીશું. - કૃત્યને જાણનારા ભરતરાજાએ પણ તે સ્વેચ્છને સ્વાધીન કરી, સત્કારીને વિસર્જન કર્યા. “ખરેખર! ઉત્તમ. પુરુષોનો ક્રોધ પ્રણામના અંતવાળો હોય છે.”
હવે સુણ સેનાપતિ રાજાની આજ્ઞાથી પર્વત અને સમુદ્રની મર્યાદાવાળા સિંધુનદીના ઉત્તર નિષ્ફટને સાધવા માટે આવે છે. રાજા પોતાના આર્યલોકેના સંગમ વડે અનાર્યોને પણ આર્યપણે કરવા ઈચ્છતો હોય તેમ ભેગોને. ભેગવતે ઘણા વખત સુધી ત્યાં રહે છે.
અન્યદા દિશાઓના વિજયમાં સાક્ષીભૂત કાંતિથી શોભતું ચકરત્ન આયુધ શાળામાંથી નીકળે છે. ચુલહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાના માર્ગે જતા ચકરત્નના માર્ગ વડે, નીકના પ્રવાહની જેમ રાજા જાય છે. કેટલાક પ્રયાણ વડે કીડા વડે ગજેન્દ્રની માફક જતો રાજા ચુલહિમવંત પર્વતના દક્ષિણ નિતંબ ભાગ પાસે પહોંચે છે. - રાજા ભેજવૃક્ષ-તગર-દેવદારૂના વનથી વ્યાપ્ત છે