________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ધન) વાળા, ઘણા દાસના પરિવારવાળા, દેવના ઉદ્યાનના વૃક્ષની જેમ પ્રાયઃ કરીને પરાભવ વગરના, અનેક યુદ્ધોમાં પારપામી છે બલશક્તિ જેની એવા, તે હંમેશા મહાશકટને ભાર વહન કરવામાં શ્રેષ્ઠ વૃષભ જેવા છે.
ત્યાં યમરાજા જે બળાત્કારે તે ભરતરાજા ચાલતે છતે તેઓને અનિષ્ટને કહેનારા ભયંકર ઉત્પાત થયા.
તે વખતે ચાલતા ભરતરાજાના સૈન્યના ઘણા ભારથી પીડા પામેલી, પ્રકંપિત થયેલ ઘરના ઉદ્યાનવાળી પૃથ્વી કંપે છે, ચક્રવતિના દિશાઓના અંત સુધી ગમન કરનારા પ્રઢ પ્રતાપ વડે જાણે દાવાનળ સરખે દિશાઓને વિષે દાહ થાય છે. ક્ષણવારમાં રજ વડે સર્વ દિશાએ રજસ્વલા સ્ત્રીની જેમ અત્યંત અનાલકન પાત્ર થાય છે. (ન જોવા લાયક થાય છે)
સમુદ્રમાં દુઃશ્રવ કર નિર્દોષવાળા પરસ્પર અફળાતા . જળજંતુની જેમ દુષ્ટ વાયુઓ ફેલાય છે, ઊંબાડિયાની જેમ સમસ્ત મ્લેચ્છ વર્ગના ક્ષેભના કારણભૂત આકાશમાંથી ચારે તરફથી ઉલ્કા (=વાળારહિત તેજને સમૂહ) પડે છે. દેધથી ઊભા થયેલા યમરાજાના પૃથ્વી ઉપર અપાયેલા હાથના પ્રહારની જેવા મહાશબ્દ વડે ભયંકર વજના અવાજ થાય છે, આવતી યમરાજાની લક્ષ્મીના છત્ર જેવા આકાશતળમાં સ્થાને સ્થાને કાગડા અને સમળીએના સમૂહે ભમે છે.
ઋ. ૧૯