________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭૭
રત્નમય ભદ્રાસન, નાગરાજના શિરોરત્ન (મણિઓ)ને ઉદ્ધરીને બનાવેલ હોય એવા દેદીપ્યમાન મણિમય બાહુરક્ષક (= બાજુબંધ), મધ્યભાગમાં ખોદેલા સૂર્યના બિંબની
ભાવાળાં કડાં, કમળ મુષ્ટિ વડે ગ્રહણ કરી શકાય એવાં દિવ્ય વસ્ત્રો રાજાને આપે છે.
સિંધુરાજ જે તે રાજા સિંધુદેવીના તે સર્વને સ્વીકારીને તેને પ્રસન્નતાપૂર્વક બોલાવવા વડે આનંદ પમાડીને વિસર્જન કરે છે.
હવે તે ભૂપતિશ્રેષ્ઠ નવા પૂર્ણિમાના ચંદ્ર સરખા સુવર્ણપાત્રમાં અઠમભક્તનું પારણું કરે છે.
તે પછી તે રાજા સિંધુદેવીનો અષ્ટાક્ષિક મહોત્સવ કરીને અગ્રગામી ચક વડે દેખાડાતો છે માર્ગ જેને એ આગળ ચાલે છે.
ભરતેશ્વર ઈશાન દિશામાં અનુક્રમે જતે બે ભરતાદ્ધની સીમાને ધારણ કરનાર વૈતાઢયપર્વત પાસે પહોંચે છે. તેના દક્ષિણ નિતંબ ભાગ ઉપર વિસ્તાર અને લંબાઈ વડે શોભતા વસ્ત્રની જેમ છાવણી સ્થાપે છે.
ત્યાં રાજા અમભક્ત કરે છે, તેથી વૈતાઢયગિરિકુમાર અવધિજ્ઞાનથી “ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચકી ઉત્પન્ન થયો છે” એમ જાણે છે.
હવે તે ત્યાં આવીને આકાશમાં રહ્યો કે આ પ્રમાણે કહે છે. “હે પ્રભુ! તમે જય પામે, જય પામે, આ હું તમારે સેવક છું, મારા ઉપર પ્રસન્ન થાઓ.”