________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
(= ગાડા) રૂપી મગરના સમૂહવાળ, ચપલ અધરૂપી તરંગવાળે, વિવિધ શસ્ત્રરૂપી સર્પો વડે ભયંકર, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે. રથના નિર્દોષરૂપી ગર્જનાવાળે ભરતરાજા બીજા સમુદ્રની જેમ સમુદ્ર તરફ જાય છે.
તે પછી ત્રાસ પામેલા મગરના સમૂહના શબ્દ વડે વૃદ્ધિ પમાડ્યો છે જળને અવાજ જેણે એ તે, રથ વડે સમુદ્રના નાભિપ્રમાણ જળ સુધી અવગાહન કરે છે.
તે પછી એક હાથને ધનુષ્યની મધ્યમાં અને બીજા હાથને દેરી ચઢાવવાના સ્થાનને વિષે સ્થાપન કરીને તે, પંચમીના ચંદ્રને વિડંબના કરનારા ધનુષ્યને દેરી ઉપર ચઢાવેલું કરે છે.
ભરતેશ્વર હાથ વડે ધનુષ્યની દોરીને કાંઈક ખેંચીને ધનુર્વેદના આકારની જેમ મોટેથી ટંકાર કરાવે છે. તે પછી રાજા પાતાળને દ્વારમાંથી નીકળતા નાગરાજનું અનુકરણ કરતા પિતાના નામથી અંક્તિ બાણને ભાથામાંથી ખેંચે છે. સિંહની અંગુલી સરખી મુષ્ટિ વડે પુંખના અગ્રભાગમાં ધારણ કરીને શત્રુના વજદંડની જેમ બાણને ધનુષ્યની દેરીમાં સ્થાપન કરે છે. સુવર્ણના કર્ણના આભૂષણના કમળનાળની શોભાને ધારણ કરનારા તે સુવર્ણના તે સુવર્ણના બાણને કાન સુધી તે ખેંચે છે. રાજાના ફેલાતા નખરૂપી રત્નના કિરણરૂપી ભાઈઓ વડે વીંટાયેલા ધનુષ્યના મધ્યભાગમાં રહેલ, દેદીપ્યમાન તે બાણ, યમરાજાના ફેલાયેલા મુખમાં ચાલતી એવી જીભની લીલાને