________________
૨૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
રમેલા છે તે અનર્થદંડ છે, તેને ત્યાગ કરે તે ત્રીજું ગુણવત જાણવું. ૮ . चत्तट्टरोद्दज्झाणस्स, चत्तसावज्जकम्मणो । मुहुत्तं समया जात, बूम सामइयं वयं ॥
આત અને રૌદ્રધ્યાનને ત્યાગ કરી, સર્વ સાવદ્યકિયાઓને છેડી દઈ એક મુહૂર્ત (૪૮ મિનિટ સુધી) જે સમતા રાખવી તે સામાયિક વ્રત કહેવાય છે.
આત અને રૌદ્રધ્યાન થી રહિત, સાવધ વ્યાપારને ત્યાગ કરનાર ભવ્યજીવને એક મુહૂર્ત પ્રમાણે જે સમભાવે વર્તવું તે પ્રથમ સામાયિક શિક્ષાત્રત જાણવું. ૯
દિશિવતમાં જે પરિમાણ કર્યું હતું, તેને પણ દિવસે અને રાત્રિએ જે સંક્ષેપ કરવું તે દેશાવગાસિક નામે બીજુ શિક્ષાવત કહેવાય છે. ૧૦
ચાર પર્વ તિથિએ ઉપવાસ આદિ તપનું કરવું, ગૃહવ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્નાન આદિ સત્કારને ત્યાગ, એ પૌષધ નામે ત્રીજું શિક્ષાવ્રત જાણવું. ૧૧
અતિથિ એ મુનિઓને ચાર પ્રકારે આહાર, પાત્ર, વસ્ત્ર, વસતિ વગેરે વસ્તુઓનું જે દાન તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવત જાણવું. ૧૨
આ દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ રતનત્રિકને યતિઓએ અને શ્રાવકે એ નિર્વાણપદની પ્રાપ્તિ માટે સારી રીતે સતત સેવવાં જોઈએ.