________________
૨૨૦
શ્રી ઋષભનાથ ચરિત્ર ત્રીજે ગઢ, ગળાકારે થયેલા શૈતાદ્ય પર્વતની જે બનાવ્યો. તેની ઉપર સુવર્ણમય વિશાળ કાંગરાઓ, દેવોની વાવડીઓમાં સુવર્ણમય કમળની જેમ શેભે છે.
ત્રણ ગઢમય તે સમવસરણની ભૂમિ ભવનપતિતિષી–અને શૈમાનિકદેવની લહમીના એક એક કુંડળ સરખી શેભે છે.
ત્યાં પતાકાઓના સમૂહથી શોભતા માણિક્યના તરણે, કિરણના સમૂહ વડે બીજા પતાકાઓને બનાવતા હોય એવા શેભે છે. દરેક ગઢમાં ચાર-ચાર દરવાજા જાણે ચાર પ્રકારને ધર્મના કીડા–વાતાયન હોય એવા શેભે છે. દરેક દરવાજે વ્યંતરદેવેએ ઈન્દ્રનીલમણિના સ્તંભ સરખી ધૂમ્રલતાને વિસ્તારતી ધૂપઘટીઓ મૂકી. તેમ જ તેમણે દરેક દરવાજે ચાર દરવાજાને ધારણ કરતા સમવસરણના ગઢની જેમ ચાર દરવાજાવાળી સુવર્ણકમળવાળી વાવો વિકુવી. બીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં સ્વામીના વિસામા માટે તે દેવ દેવછંદે રચે છે.
ત્યાં પ્રથમ ગઢના પૂર્વ દ્વારને વિષે બંને પડખે બે સુવર્ણ સમાન વણવાળા વૈમાનિક દેવે દ્વારપાળ તરીકે ઊભા રહે છે. તેના જ દક્ષિણ દ્વારને વિષે બંને પડખે બે વેતવર્ણવાળા વ્યંતર દેવ એક-બીજાના પ્રતિબિંબ હિય એવા દ્વારપાળ તરીકે ઊભા રહે છે. તેના જ પશ્ચિમ દ્વારને વિષે બને પડખે બે રક્તવર્ણવાળા તિષ્ક દેવે સંધ્યાને વિષે સૂર્ય-ચંદ્ર હોય તેમ દ્વારપાળ તરીકે ઊભા