________________
શ્રી ષભનાથ ચરિત્ર
૨૩ ભગવંત ક્યાં છે? એ પ્રમાણે સર્વ ઉદ્યાનપાલકોને
તેઓ કહે છે કે રાત્રિની જેમ પ્રભુ આગળ કઈક 'ઠેકાણે ગયા છે. એ પ્રમાણે જેટલામાં કહેવા માટે અમે આવીએ તેટલામાં દેવ આવ્યા.
સ્વામીને નહિ જોવાથી બાહુબલિને પશ્ચાત્તાપ
આ પ્રમાણે સાંભળીને ખેદ પામતે તક્ષશિલાનો અધિપતિ, હાથ ઉપર સ્થાપન કરેલ છે હડપચી જે એ અશ્રુસહિત નેત્રવાળે આ પ્રમાણે વિચારે છેઃ “પરિવાર સાથે પ્રભુને પૂછશ” એ પ્રમાણે મારે મને રથ હૃદયમાં, ઉખરભૂમિમાં બીજની જેમ ફેગટ થશે. લેકને અનુગ્રહ કરવાની ઈચ્છા વડે લાંબા વખત સુધી વિલંબ કરનાર મને ધિક્કાર થાઓ. પિતાના અર્થના બ્રશ વડે -આ મૂર્ખતા થઈ. સ્વામીના ચરણકમળને જોવામાં અંતરાય કરનારી આ રાત્રિ વૈરિણું થઈ, તેને ધિક્કાર થાઓ. મને પણ સમયે આવા પ્રકારની બુદ્ધિ થઈ તેને પણ ધિક્કાર થાઓ. જેનાથી સ્વામીને હું જતો નથી, તે પ્રભાત પણ અપ્રભાત છે, તે સૂર્ય પણ અસૂર્ય છે, તે નેત્રો પણ અનેત્ર છે. આ ઉદ્યાનમાં ત્રિભુવનેશ્વર પ્રતિમા વડે રહ્યા, અને આ બાહુબલિ નિર્લજજ એ પ્રાસાદમાં સુવે છે.
હવે ચિંતાની પરંપરાથી વ્યાકુલ બાહુબલિને જોઈને મંત્રી શંકરૂપી શલ્યને ઉદ્ધાર કરવામાં સમર્થ એવી