________________
૨૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
છત્ર અને ઉપાનહના ત્યાગ કરીને યુવરાજ દોડતે છતે છત્ર અને ઉપાનહ રહિત પદા-સભા પણ તેની છાયાની જેમ પાછળ દોડે છે.
સંભ્રમથી ઉછળતાં છે ચપળ કુંડળ જેના એવા તે યુવરાજ સ્વામીની આગળ માળક્રીડા કરતા હાય તેમ શેાલે છે. ઘરના આંગણે આવેલા સ્વામીના ચરણ-કમળમાં આળેાટીને તે શ્રેયાંસકુમાર ભ્રમરના ભ્રમને કરાવનારા કેશે વડે પ્રમાન કરે છે. તે પછી ઉઠીને જગત્સ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરીને હના અશ્રુજલવડે ચરણાને પખાળતા હાય તેમ નમે છે, તે પછી આગળ ઊભા રહીને જેમ ચકારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જુએ, તેમ હષ વડે સ્વામીના મુખકમળને જુએ છે. જોઈ ને ‘ મારા વડે આવા પ્રકારનું લિંગ કાઈ ઠેકાણે જોવાયુ છે. એ પ્રમાણે વિચારતાં તે વિવેકરૂપી વૃક્ષના બીજરૂપ જાતિસ્મરણને પામે છે.
તેણે જાતિસ્મરણથી આ પ્રમાણે જાણ્યું કે આ ભગવંત પૂવિદેહમાં વજ્રનાભ ચક્રવતી હતા, તે વખતે હું એમના સારથી હતા. તે ભવમાં સ્વામીના વાસેન નામે પિતા આવા પ્રકારના તીથ કરના લિંગને ધારણ કરતા મારા વડે જોવાયા છે, તે વજ્રસેન તી”કરના ચરણકમળમાં તે વજ્રનાભે દીક્ષા ગ્રહણ કરી હતી, મેં પણ એમની પાછળ દીક્ષા લીધી હતી, વજ્રસેન અરિહંતના યુખેથી આ પ્રમાણે મેં સાંભળ્યું હતું કે— આ વજ્રનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે.' તેમ
'