________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે નાથ પાંચમી મુષ્ટિ વડે બાકી રહેલા કેશને લેચ કરતાં ઇંદ્ર વડે આ પ્રમાણે પ્રાર્થના કરાયા કે-હે સ્વામિન! તમારા સુવર્ણ સમાન કાંતિવાળા સ્કંધને વિષે વાયુ વડે લેવાયેલી આ કેશવલરી મરકત સરખી શોભે છે. તેથી આના લેચ વડે સયું. “આ તે પ્રમાણે જ રહો” આ પ્રમાણે ઇંદ્રના આગ્રહથી પ્રભુ તે કેશવલ્લરીને તેમ જ ધારણ કરે છે. સ્વામી ખરેખર એકાંતભક્તની પ્રાર્થનાને ખંડિત કરતા નથી. સૌધર્માધિપતિ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખીને, આવીને મુષ્ટિસંજ્ઞાવડે રંગાચાર્યની જેમ કોલાહલને શાંત કરે છે.
હવે નાભિનંદન પ્રભુ છઠ્ઠ તપ કરી, સિદ્ધોને નમસ્કાર કરી દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ “સર્વે સાવ નો ” “સવ સાવદ્ય ગેને ત્યાગ કરું છું” એ પ્રમાણે બોલતા મોક્ષમાર્ગના રથ જેવા ચારિત્રને સ્વીકારે છે.
સ્વામીના દીક્ષા ગ્રહણના સમયે નારકોને પણ શરદતુના તાપથી તપેલા લેકેને વાદળાની છાયાની જેમ ક્ષણવાર સુખ થયું. તે વખતે સ્વામીને દીક્ષા ગ્રહણના સંકેતની જેમ મનુષ્યક્ષેત્રવતી સંગ્નિ પંચેન્દ્રિય જીના મનોદ્રવ્યને પ્રકાશિત કરનારું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.