________________
૧૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
હે વત્સ! તેથી આ પૃથ્વીનું યથાગ્ય પાલન કર, તું આજ્ઞ કરનારે છે. અમારો એ જ આદેશ છે.
તે ભરત પ્રભુના સિદ્ધ આદેશનું ઉલ્લંઘન કરવા માટે અસમર્થ “સારું” એમ કહીને સ્વામીની આજ્ઞાને સ્વીકાર કરે છે. ગુરુઓને વિષે એ જ વિનયની સ્થિતિ છે.
તે પછી વિનયથી ન એ ભરત પ્રભુને મસ્તક વડે પ્રણામ કરીને પિતાના ઉન્નત વંશ જેવા સિંહાસનને શેભાવે છે.
હવે પ્રભુના આદેશથી અમાત્ય, સામંત, અને સેનાપતિ વગેરેએ જેમ દેવોએ પ્રભુને અભિષેક કર્યો તેમ ભરતને અભિષેક કર્યો.
તે વખતે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર સરખું છત્ર સ્વામિના અખંડ શાસનની જેમ શેભે છે. તેની બન્ને પડખે વીંજાતા ચામરો બે ભરતાદ્ધમાંથી આવતી લક્ષ્મીના આવેલા બે દૂત જેવા શેભે છે. તે વૃષભનંદન પિતાના અત્યંત નિર્મળ ગુણ જેવા વસ્ત્રો અને મુક્તાલંકારો વડે શેભે છે.
મેટા મહિમાનું પાત્ર એ તે ન રાજા રાજસમુદાયવડે પિતાના કલ્યાણની ઈચ્છાવડે ચંદ્રની જેમ નમસ્કાર કરાશે. ' હવે પ્રભુ બીજા બાહુબલી વગેરે પુત્રોને પણ યથેચિત દેશ વહેચીને આપે છે. તે પછી પ્રભુ કલ્પવૃક્ષની