________________
૧૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિવાહ પ્રસંગે પ્રભુને વસ્ત્ર વડે શણગારેલા અને અલંકારો વડે અલંકૃત જોઈને લોક પણ ત્યારથી માંડીને પોતાને શણગારે છે અને અલંકૃત કરે છે. તે વખતે પ્રભુએ કરેલ પાણિગ્રહણ જોઈને લોક પણ આજે ય તેવી રીતે વિવાહવિધિ કરે છે. “મહાપુરુષોએ પ્રવર્તાવેલ માર્ગ ધવ થાય છે. પ્રભુના વિવાહ પછી આપેલી કન્યાનું પરણવું થયું.
ચૂડા–ઉપનયન-વિદ્યા અને આપૃછા પણ તે પછી પ્રવર્યા.
આ પ્રમાણે “આ પિતાનું કર્તવ્ય છે” એમ જાણતાં સ્વામી આ પ્રમાણે સર્વ સાવદ્ય પણ લોકની અનુકંપા વડે પ્રવર્તાવે છે. પ્રભુના ઉપદેશની પરંપરાથી આજે પણ જગતમાં સર્વ કળા વગેરે વિદ્વાનોએ શાસ્ત્રરૂપે ગૂંથેલું પ્રવર્તે છે. સ્વામીની શિક્ષા વડે સમગ્ર લેક દક્ષ થયો. ઉપદેશક વિના મનુષ્ય પણ પશુની માફક આચરણ
જગત્પતિની રાજ્યવ્યવસ્થા જગતથિતિરૂપી નાટકના સૂત્રધાર એવા સ્વામી તે વખતે ઉગ્ર, ગ, રાજન્ય અને ક્ષત્રિય ભેદ વડે ચાર પ્રકારના માણસોની સ્થાપના કરે છે. ત્યાં ઉગ્ર દંડના અધિકારી આરક્ષક પુરુષે તે ઉગ્ર, ઇંદ્રના ત્રાયન્ટિંશકની જેવા પ્રભુના મંત્રિ વગેરે તે ભેગ, પ્રભુના સમાન આયુષ્ય