________________
૧૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમ વિવિધ નૃત્ય કરનારા કેટલાક દેવો સાથે, ગંધર્વની જેમ ગાયન કરતા બીજા દેવો સાથે, વાજિંત્રની જેમ અત્યંત ફુટપણે મુખને વગાડતા બીજા દેવો સાથે, - વાનરની સંજમથી કુદકા મારતા કેટલાક સાથે, વિદૂષકની જેમ બીજા બધાને હસાવતા અન્યની સાથે, પ્રતિહારની જેમ બીજાને ખસેડનારા સાથે, અને હર્ષ થી ઉન્મત્ત થયેલા બીજા દેવોવડે બતાવાતી છે પિતાની ભક્તિ જેને એવા, સુમંગલા અને સુનંદા વડે સુશોભિત છે. બંને પડખાં જેના એવા પ્રભુ દિવ્ય વાહનમાં ચઢીને પિતાના સ્થાને જાય છે.
આ પ્રમાણે સમાપ્ત કર્યું છે સંગીત જેણે એવા રંગાચાર્યની માફક ઇદ્ર પણ વિવાહ મહોત્સવ કરીને પ્રભુને નમીને સ્વસ્થાને આવ્યું.
ત્યારથી માંડીને સ્વામીએ બતાવેલી વિવાહવિધિ લેકમાં પ્રવતી. મોટાઓની પ્રવ્રુત્તિઓ બીજાઓના હિત - માટે જ હોય છે.
(ઇતિ દેવકૃતવિવાહ મહોત્સવ સમાપ્ત)