________________
“ અર્થ ?
સિરિ ઉસહનાહચરિયું ના રચયિતા પૂજય આચાર્યવર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજને શ્રમ ને શ્રદ્ધા ભરેલે પ્રાકૃત ભાષા પ્રત્યેનો પક્ષપાત વિધ૬ જગતમાં ચિરસ્મરણીય બની રહે એવો છે. તેનાં અનેક દષ્ટાંતમાં આ પ્રસ્તુત ચરિતની રચના પણ એક ઉલ્લેખનીય છે. કલિકાળ સર્વશ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિ પરથી પ્રાકૃતમાં સુવાચ્ય બને તે રીતે આ ચરિત લખાયેલ છે. તે પ્રકટ પણ થયેલ છે.
પ્રસ્તુત પુસ્તક એ પ્રાકૃત ચરિતને ગૂર્જર ભાષાનુવાદ છે. પ્રાકૃતના અભ્યાસીઓને આ ઉપયુક્ત બને એમ છે. અને શ્રી ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર કથાસ્વરૂપે જેમને વાંચવું હોય તેમને પણ આ સુન્દર વાંચન રૂપે ઉપગી થાય એમ છે.
સમ્યકૃત્વ પ્રાપ્ત થયા પછી આત્માને એક વિશેષ અભિલાષ એ પણ રહેતા હોય છે. મારા દિવસે જિનેશ્વર પરમાત્માની કથામાં પસાર થાઓ.
અન્યની કથા માત્ર વ્યથાજનક હોય છે. કેવળ જિનવરની કથા અને તેમની જેમાં છાયા હોય છે, તે કથા બાદ કરીને જિનેશ્વરની જુદી જુદી કથાઓમાં પણ શ્રી ' કહષભદેવ પરમાત્માની કથા તે વિવિધ રસ અને ભાવથી